12 ડીસેમ્બરે સમગ્ર રાજયમાં ઈ-લોક અદાલતો યોજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યના નાગરીકો  ઈ-લોક અદાલતનો મહત્તમ લાભ લે અને તેઓના કેસો ઈ-લોક અદાલતમાં મુકી તકરારનો અંત આવે લાવે હેતુસર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આગામી તા 12/12/2020 ના રોજ સમગ્ર રાજયમાં ઈ-લોક અદાલત યોજાનાર છે.

આ પણ વાંચો –  ભારત બંધને નિષ્ફળ બનાવવા વિરોધીઓને પહેલેથી જ કર્યા નજરકેદ ? 

ઈ-લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશીયેબલ ઈન્સટુમેન્ટની કલમ 138 અન્વયેના ચેક બાઉન્સના કેસો, બેંકના નાણા વસુલાતના કેસો, મોટર અકસ્માતના કેસો, મજુર વિવાદના કેસો, પાણી અને વીજબીલના કેસો, ફોજદારી સમાધાનપાત્ર કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદન અધિનિયમના કેસો, સેવા અંગેના કેસો(પગાર, ભથ્થા અને નિવૃત્તિ લાભો સંબધિત), મહેસુલી કેસો, અન્ય સિવિલ કેસો(ભાડા, સુખાધિકાર, મનાઈ હુકમના દાવા, ખાસ કરાર પાલનના દાવા) પ્રકારના કેસો મુકવામાં આવનાર છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.