કોરાના દર્દીઓને રાહત દરે સારવાર આપતી જિલ્લાની ઉત્તમ સંસ્થા વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં અદ્યતન  પ્લાઝમાં થેરાપી સેન્ટરનું ઈ-લોકાર્પણ કરાશે

શેર કરવા અહીં ક્લિક કરો.
 ગરવી તાકાત;-મહેસાણા તા.૧૯
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં PSA ઓક્સીજન પ્લાન્ટ (25NM3), અધતન પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સએમ્બ્યુલન્સનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ્‌ હસ્તે તારીખ ૨૦-૦૫-૨૦૨૧ ગુરુવાર ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે નૂતન જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે.
આ શુભ પ્રસંગે અતિથી વિશેષશ્રી તરીકે મહેસાણા જીલ્લા ના માનનીય સાંસદ સભ્યશ્રી શારદાબેન એ. પટેલ, મહેસાણા જીલ્લાના માનનીયકલેકટરશ્રી એચ.કે.પટેલ તથા મહેસાણાજીલ્લાના માનનીય પોલીસ અધિક્ષકશ્રી પાર્થરાજ ગોહિલ હાજરી આપી સમારોહની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
આ શુભપ્રસંગે ખૂબ જ ટૂંકા સમયમાં કોરોના મહામારીને પહોંચી વળવા દાતાશ્રીઓ તરફથી ઉપરોકત સુવિધાઓ શરૂ કરવા માતબર દાન આવેલ છે એ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ સર્વ દાતાશ્રીઓનો,શુભેચ્છ્‌કોનો તથા સરકારી અધિકારીશ્રીઓનો અંતઃકરણ થી આભાર માને છે.આ સુવિધાથી ઉત્તર ગુજરાત તથા ખાસ કરીને મહેસાણા જીલ્લાના નાગરિકોને કોવિડ મહામારીમાં આઅધતન સુવિધા મારફતે યોગ્ય સારવાર મળી રહેશે અને દર્દીઓ માટે નૂતન જનરલ હોસ્પિટલઆશીર્વાદ રૂપ સાબિત થયેલ છે.સંસ્થાના પ્રમુખ શ્રી. પ્રકાશભાઈ પટેલ ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માને છે.
નૂતન જનરલ હોસ્પિટલને અધતન સુવિધા સાથે કાર્યરત કરવા નૂતનટ્રસ્ટ કટિબદ્ધ છે અને ભવિષ્યમાં નૂતન જનરલ હોસ્પિટલમાં કાર્ડિયાર્ક લેબ, ઓન્કોલોજી સેન્ટર અને ન્યૂરોસર્જરી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગો શરૂ કરવાનું ટૂંક સમયમાં આયોજન છે. નૂતન મેડીકલકોલેજ અને રીસર્ચ સેન્ટરમાં અભ્યાસ કરતા વિધાર્થીઑને ક્લિનિકલ, અધતન ટેક્નોલોજીનો અને અનુભવી ડોકટર્સના માર્ગદર્શન નો લાભ મળી રહેશે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.