મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે શુક્રવારના રોજ માંડલ-બેચરાજી SIR ડેવલપમેન્ટ ઓથોરિટીના નવનિર્મિત બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા અને અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આ લોકાર્પણના કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, તાજેતરમાં જે આંકડા પ્રસીધ્ધ થયા એ મુજબ ભારતમાં છેલ્લા 2 વર્ષમાં વિદેશી રોકાણના 52 ટકા ગુજરાતમાં આવ્યુ છે. બાકીના 48 ટકામાં દેશના અલગ અલગ રાજ્યોનો સમાવેશ થાય છે. એનો અર્થ એ જ થાય છે કે ગુજરાત બેસ્ટ ઈનવેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યુ છે. એમા પણ બેચરાજી – માંડલ સ્પેશયલ ઈનવેસ્ટમેન્ટ રીજીયોનલ બન્યુ છે.
માંડલ બેચરાજી સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયોનલનુ ગઠન વર્ષ 2016માં કરવામાં આવ્યુ હતુ. જ્યા અલગ અલગ વિદેશી-દેશી કંપનીઓને ઈન્વેસ્ટ કરવા માટે મોકળુ મેદાન પુરુ પાડવામાં આવે છે.