છાપી : વડગામ તાલુકા ધારેવાડા ચેકપોસ્ટ ઉપર રાત્રી ચેકીંગ દરમિયાન સિદ્ધપુર તરફથી આવતી એક શંકાસ્પદ કારને ઉભી રખાવી છાપી પોલીસે તલાશી લેતા કાર પડેલ પ્લાસ્ટીકના કટ્ટામાંથી દેશીદારૂ લીટર ૪૬૮ ઝડપી પાડ્‌યો હતો.જ્યારે પોલીસે એક ઈસમ ની અટકાયત કરી હતી. છાપી વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ દારૂની બદીને ડામવા પોલીસે કવાયત હાથ ધરતા બુધવારે ધારેવાડા ચેક પોસ્ટ ઉપર છાપી પોલીસે વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું ત્યારે સિદ્ધપુર તરફથી એક પુરઝડપે આવતી શંકાસ્પદ કારને ઉભી રખાવી કારની તલાશી લેતા કારમાં પડેલ પ્લાસ્ટીકના કટામાંથી ૧૫૬ ફુગ્ગામાંથી દેશીદારૂ લીટર ૪૬૮(કિંમત રૂ. ૯૩૬૦) કબ્જે કર્યો હતો.જ્યારે પોલીસે દારૂ સહિત કાર જપ્ત કરી કુલ રૂ. ૩૦૯૦૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી બુટલેગર મોહબતસિંહ ધનાજી ઠાકોરની અટકાયત કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: