— કુલ-382 ગ્રામ કિ.રૂા.38200/-સહિત અન્ય મુદ્દામાલ કુલ રૂા.5,43,200/-ના સાથે એક ઇસમ પોલીસ શકંજામાં :
ગરવી તાકાત થરાદ : આઇ.જી.પી.જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક અક્ષરાયરાજ ના ઓએ નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરી, સંગ્રહ તથા વેચાણને ડામી દેવા સારૂ વધુમાં વધુ કેસો કરવા કડક સુચના કરેલ હોઇ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પૂજા યાદવ, થરાદનાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી.
જે અન્વયે ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન વોક્સ વેગન પોલો ગાડી નં.AS-01-BD-0073 માં આવી ડ્રાઇવર જગદીશ કિશનલાલ માંજુ(બિશ્નોઇ) રહે.સાંગડવા તા.ચિતલવાના જિ.જાલોર રાજસ્થાન વાળાની જાત કબજાની ગાડીમાંથી વગર પાસ પરમીટનો અને ગે.કા. રીતેનો માદક પદાર્થ અફિણનો રસ કુલ-૩૮૨ ગ્રામ કિ.રૂા.૩૮,૨૦૦/- સાથે મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ કુલ કિ.રૂ.૫,૪૩,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. જે નાર્કોટિક્સના જથ્થા સાથે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ