ફિલ્મોના શુટિંગ દરમિયાન ઘાયલ થવાની ઘટનાઓ છાશવારે સાંભળવા મળતી હોય છે. પરંતુ જ્યોર્જિયામાં વીડિયો રેકોર્ડિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી જે ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં લોરેન હંટર દમન નામની વેબકેમ મોડલ ઘરની અંદર વીડિયો રેકોર્ડ કરી રહી હતી. આ દરમિયાન તેના હાથમાં એક ગન હતી. તે દરમ્યાન આ હાદસો થયો હતો.
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ રેકોર્ડિંગ વખતે ભૂલથી ગન ફાયર થઈ ગઈ અને ગોળી સીધી તેના વજાઈનામાં (યુવતીનો પ્રાઈવેટ પાર્ટ) લાગી. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના 9 નવેમ્બરની છે. ફાયરિંગ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઘટનાસ્થળ પર જે જાેવા મળ્યું તે જાેઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. મોડલ લોહીના ખાબોચિયામાં પડી હતી અને દર્દથી તડપતી હતી.
રિપોર્ટ મુજબ મોડલે ભૂલથી ગોળી ચલાવી હતી. મોડલનું નામ લોરેન હંટર દમન છે અને ૨૭ વર્ષની છે. કહેવાય છેતે પોતાના બેડરૂમમાં એકલી હતી ત્યારે તેનાથી ૯ મિમીની બંદૂકથી ગોળી છૂટી ગઈ હતી. ત્યાં જ રહેતા જાેર્ડન એલને જણાવ્યું કે તેની પાસે બંદૂક છે. તેણે જેવો ગોળીનો અવાજ સાંભળ્યો કે તે બેડરૂમ તરફ ભાગ્યો. એલને કહ્યું કે જમીન પર ચારેબાજુ લોહી હતું. પાસે મોડલ દર્દથી કણસતી હતી અને ભૂલથી ગોળી ચલાવવા બદલ માફી માંગી રહી હતી. મોડલે અધિકારીઓને કહ્યું કે તેની પાસે ચેટર નામનું એક વેબ પ્લેટફોર્મ છે જ્યાં તે પોતે વીડિયો નાખે છે અને લોકો વીડિયો જાેવા માટે પૈસા ચૂકવે છે. ત્યાં રહેનારી એક અન્ય વ્યક્તિએ પણ પુષ્ટિ કરી કે મોડલે પોતાને ભૂલથી ગોળી મારી હતી.
ધ સ્મોકિંગ ગનના રિપોર્ટ મુજબ અધિકારીઓનું માનવું હતું કે તે જે વેબ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તેને ચેટરબેટ કહે છે. આ એક લોકપ્રિય એડલ્ટ સાઈટ છે. જાે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફાયરિંગ સમયે મોડલ લાઈવ રેકોર્ડિંગ કરી રહી હતી કે નહીં. કારણ કે જાે આમ હશે તો તે બાદમાં વીડિયોને પોતાની સાઈટ પર નાખી શકે છે. હાલ ફાયરિંગ બાદ મોડલને તેના ઘર પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અધિકારીઓએ આ ઘટનાને બેદરકારી ગણાવી. એવું કહેવાય છે કે તેને લઈને કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં.
(ન્યુઝ એજન્સી)