લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકિય પક્ષો દ્વારા નવા નારાઓની ભારે બોલબાલા

શેર કરવા અહીં ક્લિક કરો.

એક દાયકા બાદ ભાજપનો નવો નારો ‘અબ કી બાર 400 પાર’ ફીર એક બાદ મોદી સરકાર 

છેલ્લા એક દાયકાથી ભાજપ દ્વારા બોલાતા ‘‘સબકા સાથ સબકા વિકાસ’’ના બદલે આ વખતે નવો નારો આપ્યોં 

કોગ્રેસે અનેક વખત ગરીબી હટાવનો ભરપુર ઉપયોગ કર્યો અને ભાજપને શાઇનીંગ ઇન્ડિયા મોંઘુ પડી ગયું. આરામ હરામ હૈ, જય જવાન જય કિસાન અને બાદમાં મોદી સરકારે તેમાં જય વિજ્ઞાન ઉમેર્યુ

ગરવી તાકાત, તા. 04 – લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકિય પક્ષો દ્વારા વિવિધ નારાનો મારો ચલાવવામાં આવે છે. કોગ્રેસે અનેક વખત ગરીબી હટાવનો ભરપુર ઉપયોગ કર્યો અને ભાજપને શાઇનીંગ ઇન્ડિયા મોંઘુ પડી ગયું. આરામ હરામ હૈ, જય જવાન જય કિસાન અને બાદમાં મોદી સરકારે તેમાં જય વિજ્ઞાન ઉમેર્યુ. બાદમાં મેઇડ ઇન ઇન્ડિયા અને છેલ્લા એક દસકાનું સૌથી વ્યાપક રીતે બોલાયેલું સબકા સાથ સબકા વિકાસની આ ચૂંટણીમાં ગેરહાજરી જોવા મળે છે અને અબ કી બાર 400 કે પાર, ફીર એક બાદ મોદી સરકાર પક્ષ કે વ્યકિત કેન્દ્રીત સુત્રોએ હવે મેદાન ગજાવ્યું છે. હવે જોવું રહ્યું કે દેશની જનતા શું ભારતીય જનતા પાર્ટીના આ સૂત્રને સાર્થક કરી બતાવશે કે કેમ તે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ જ જોવા મળશે.

Funny Indian Political Cartoons | Indian Cartoon | Cartoon India Pictures |  Funny Indian Political Cartoons | Funny India Pics

લોકસભા ચૂંટણીમાં આવતીકાલે ત્રીજા તબકકાના પ્રચાર પણ શાંત થશે અને આ ત્રણ તબકકામાં જે રીતે પ્રચાર થયો  તેથી લોકસભા ચૂંટણી નહીં પરંતુ રાજકીય નેતાઓ માટે, રાજકીય નેતાઓ દ્વારા અને સત્તા મેળવવા માટે જ ચૂંટણી લડાતી હોય તેવા સંકેત મળી ગયા છે. બાકીના ચાર તબકકામાં તેમાં કોઇ સુધારો થવાની શકયતા છે. ભુતકાળમાં ચૂંટણી સમયે ગરીબી હટાવોથી લઇ બેરોજગારી જેવા મુદાઓ ચમકતા હતા.

એક સમયે ભ્રષ્ટાચારનો મુદો પણ ચૂંટણીમાં છવાઇ ગયો હતો અને એક એવો મુદો કે જે સમગ્ર દેશને હિટ કરે તે ગુંજી ઉઠતો હતો. જેમાં ‘ન જાત પર ન પાત પર  ઇન્દીરા કી બાત પર મહોર લગેગી હાથ પર’ તેવું સુત્ર ચગ્યું હતું. તો બાદમાં ભાજપે અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી ‘સબકો દેખા બારી બારી, અબ કી બારી અટલ બિહારી’ સુત્રને ચગાવ્યું હતું.

જોકે અનેક વખત ચૂંટણીમાં રસપ્રદ સુત્રો પણ કામ કરી ગયા છે. જેમાં બસપાએ ‘હાથી નહીં ગણેશે, બ્રહ્મા વિષ્ણુ મહેશ હૈ’ના સુત્રથી સત્તા મેળવી હતી. તો એક નાગનાથ તો દુસરા સાપનાથ જેવા સુત્રો પણ ચર્ચામાં આવ્યા હતા. 1960માં તે સમયેના જનસંઘે ગૌરક્ષા મુદે ગૌ હમારી માતા હૈ, દેશ ધરમ કા નાતા હૈ જેવા સુત્રો પણ ચગાવ્યા હતા.

ભાજપે જોકે તેના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદને આગળ ધરીને હર હાથ કો કામ, હર ખેત કો પાની, હર ઘર દીપકનું સુત્ર આપ્યું હતું. 1984માં ઇન્દિરાની હત્યા બાદ જબ તક સુરજ ચાંદ રહેગા ઇન્દિરાજી તેરા નામ રહેગા કોંગ્રેસને જબરી સફળતા અપાવી. તો રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસે રાજીવ તેરા એ બલિદાન યાદ કરેંગા હિન્દુસ્તાનને રજૂ કરીને ફરી સતા મેળવી હતી. જયપ્રકાશ નારાયણ સમયે સંપૂર્ણ ક્રાંતિ અબ નારા હૈ ભાવિ ઇતિહાસ તુમ્હારા હૈ સુત્ર આવ્યું જે આમ આદમી પાર્ટીએ અપનાવ્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.