file

ગરવી તાકાત, વડનગર: મહેસાણાના પ્રાચીન નગર વડનગરમાંથી ઉત્ખનન દરમ્યાન બુધ્ધ સ્તુપો મળી આવ્યા છે.  વડનગર આખુ પુરાતત્વ અવશેષોથી ભરેલુ છે એમ કહેવાય છે. ત્યારે આજે વડનગરમાં રેલ્વે ફાટક નજીક અનાજના ગોડાઉન પાસે પુરાતત્વના ઉત્ખનનન દરમ્યાન બૌધના સ્તુપો મળી આવ્યા છે. 

આ પણ વાંચો – કાશ્મીરમાં 3 ભાજપ કાર્યકર્તાની ગોળી મારી હત્યા, કોઈ સંગઠને જવાબદારી સ્વીકારી નથી

ઐતીહાસીક નગરમાં છેલ્લા 15 વર્ષથી પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનનની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. જેમાં  વડનગરમાં ખોદકામ દરમ્યાન 20*20 મીટરનો બૌધ સ્તુપ મળી આવ્યો છે. આ સ્તુપ મળી આવ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે બીજા પણ બૌધ્ધ સ્તુપો જમીન નીચે હોઈ શકે છે. આ અગાઉ પણ વડનગરના તારંગા ગીરીમાળા પાસેથી 2000 વર્ષ જુના બૌધ સ્તુપો મળી આવ્યા હતા. ત્યાર બાદ આ વર્ષના મે મહિનામાં પણ પુરાતત્વ વિભાગને ખોદકામ દરમ્યાન સ્તુપ મળી આવ્યા હતા. અત્યાર સુધીના ઉત્ખનન દરમ્યાન ગ્લાસની બંગડીઓ, સિક્કાઓસ્ટોન પ્રકારના વિવિધ પથ્થરો મળી આવ્યા છે. ચીની મુસાફર હ્યુ એન સંઘે ભારતની મુલાકાત દરમ્યાન નોધ્યુ હતુ કે બૌધ્ધ ધર્મ ભારતમાં ખુબ પ્રસારીત થયેલ છે જેની વાત અનેક જગ્યાએથી બૌધ સ્તુપો મળી આવવાથી સાર્થક સાબીત થઈ રહી છે. 

Contribute Your Support by Sharing this News: