ગરવી તાકાત, ગોધરા : ગુજરાતના નવનિયુક્ત આદિજાતિ રાજયમંત્રી નિમીષાબેન સુથારે ગોધરાની સિવાલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને વિવિધ વોર્ડમાં પહોંચી દર્દીઓને મળતી સુવીધા બાબતે પુછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રીની આ મુલાકાત દરમ્યાન પીડિયાટ્રિક વોર્ડમાં બાળ દર્દીઓના પરિવારજનોએ મુળભુત બેડ જેવી સુવીધાને લઈ રજુઆત કરી હતી. આ મામલે નિમિષાબેને પીડિયાટ્રિક વોર્ડમાં એક બેડમાં એક જ પેશન્ટ રહે એવી વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી હતી.
રાજ્યમંત્રીએ ગોધરાની સિવિલ સત્તાધીશો પાસેથી હોસ્પિટલની માળખાકીય સુવિધાઓ અને તબીબી સ્ટાફ અંગે મેળવી જાણકારી મેળવી હતી. આ સાથે તેમને એમ પણ જણાવ્યુ હતુ કે, મેડિકલ કોલેજ લગતી અને અન્ય સુવિદ્યા પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવા પ્રયાસ કરવાની સાથે હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી. આ મુલાકાત દરમ્યાન રાજ્યમંત્રી સાથે ધારાસભ્ય, જીલ્લા પંચાયત પ્રમુખ સહીતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરવા હડપ શીટ પરથી જીતી આવેલા નિમીષાબેન સુથારની વિરૂધ્ધ ખોટુ જાતીનુ પ્રમાણપત્ર બનાવવાનો કેસ ચાલે છે. જેથી તેમને પદ પરથી હટાવવા વિવિધ સંગઠનોએ કલેક્ટર મારફતે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલને આવેદન પત્ર પણ સોંપાયુ હતુ.