મહેસાણા નજીકથી ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી આવો જ એક કીસ્સો પકાશમાં આવ્યો છે. મહેસાણાના વિજાપુર નજીક ખરોડ ગામની સીમમાંથી પોલીસે ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેકટરી ઝડપી પાડી છે.

વધુ વિગત અનુસાર, મહેસાણાના વિજાપુરમાં આવેલ ખરોડ ગામની સીમમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ગામના એક ખેતરમાં પાણીના બોર ઉપર આ ફેક્ટરી ધમધમતી હતી. જેમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવાતો હતો. પોલીસે રેડ પાડતા, ખેતરમાંથી વિદેશી દારૂ બનાવવાના કાચામાલ સાથે 3 શખ્સો ઝડપાયા હતા.

સમગ્ર રેડ દરમ્યાન પોલીસે ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો અને 2 કાર સહિત કુલ 9.17 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડીવાયએસપીની ટીમે બાતમી આધારે ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. ગુજરાતમાં ઠલવાતા અને વેચાતા ડુપ્લીકેટ દારૂને કારણે સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. લોકોને બ્રાન્ડના નામે ડુપ્લીકેટ દારૂ પધરાવવામાં આવે છે.

Contribute Your Support by Sharing this News: