ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખલીકપુર વિસ્તારમાં એક ફ્લેટ ટાવર નું કામ ચાલુ હોય ત્યાં ડમ્પર ખાલી કરવા ગયું હતું તે દરમિયાન ડમ્પર ના ડ્રાઇવરની બેદરકારીથી હાઇડ્રોલિક કરવા જતા બાજુમાંથી જતી વીજ લાઈન ના વાયરોને ડમ્પર અડકી જતા ડમ્પર માં આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં ડમ્પર ના ટાયરો બળીને ભડથું થઇ ગયા હતા ધુમાડાના ગોટેગોટા જોઈ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ડમ્પર ચાલક ની બેદરકારી થી આ ઘટના બની હતી જ્યારે મોડાસા નગરપાલિકાના ફાયર ફાઈટર ને જાણ કરાતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી