ગરવીતાકાત,વિસનગર: વિસનગર શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલ 84 વીઘામાં પથરાયેલ દેળીયુ તળાવ પણ વરસાદ ખેંચાતાં સુકાવવાના આરે ઉભુ છે.જ્યારે સેવાલીયા રોડ ઉપર પીંડારીયા તળાવ અને સુંશી રોડ ઉપર આવેલ સુસા તળાવ પણ ખાલી થઇ થતાં આગામી સમયમાં અછતની પરિસ્થિતિ સર્જાય તેવા એધાણ વર્તાઇ રહ્યા છે. 

વિસનગર શહેરના ફરતે આવેલ તળાવો વરસાદ ખેંચાતાં ખાલીખમ થઇ ગયા છે જેમાં શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલ 84 વીઘામાં પથરાયેલ દેળીયુ તળાવ પણ સુકાવવાના આરે ઉભુ છે જ્યારે શહેરના સેવાલીયા રોડ ઉપર આવેલ પીંડારીયા અને સુંશી રોડ ઉપર આવેલ સુસા તળાવ પણ ખાલી જોવા મળી રહ્યા છે. જો કે દેળીયા તળાવમાં ભરાયેલ પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ તેની સફાઇ કર્યા બાદ વરસાદી પાણી ભરાય તો આગામી સમયમાં તે પાણીનો ઉપયોગ થઇ શકે છે તેવું શહેરીજનો માની રહ્યા છે જ્યારે પીંડારીયા તળાવ અને સુસા તળાવને પણ ઉંડા કરી તેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

પાલિકાના નગરસેવક ફુલચંદ પટેલે જણાવ્યું હતું કે પીંડારીયા અને સુસા તળાવમાંથી ખેડૂતો સિંચાઇ માટે પાણીનો ઉપયોગ કરે છે પરંતુ ચાલુ વર્ષે ખાલી થઇ જતાં આ બંન્ને તળાવોને ઉંડુ કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

Contribute Your Support by Sharing this News: