મુખ્ય પાઈપ લાઈનમાં રીપેરીંગને કારણે પાલનપુરને બે દિવસ ધરોઈનું પાણી નહી મળે!

November 15, 2021
Dharoi DAM
જયંતિ મેતિયા : પાલનપુર શહેરના લોકોને આજે સોમવાર અને આવતીકાલે મંગળવાર એમ બે દિવસ ધરોઇ જૂથનું પાણી નહીં મળે. આંબાઘાટા હેડવર્કસથી પાલનપુર આવતી મુખ્ય લાઈનમાં પાઈપ લાઈનના વાલ્વ રિપેરિંગની કામગીરી  કરવામાં આવનાર હોઈ બે દિવસ પાણી નહી મળે તેમ જણાવવામાં આવ્યું છે.

પાલનપુર શહેરમાં ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજના અંતર્ગત આવતા પાણીનો પૂરવઠો 2 દિવસ સુધી શહેરીજનોને મળી શકશે નહી. ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાના આંબા ઘાટા હેડવર્કસથી મેનલાઇન 813  મી.મી વ્યાસની એમ.એસ પાઇપ લાઇનના વાલ્વ રિપેરિંગની કામગીરી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવનાર હોઈ તા.15 થી 16 નવેમ્બર 2021 દરમ્યાન પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેથી પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ધરોઈના પાણીનો સપ્લાય આપી શકાશે નહી. સોમવાર તથા મંગળવાર એમ બે દિવસોમાં પીવાના પાણીનો તથા ઘરગથ્થું વપરાશના પાણીના જરૂરિયાત મુજબનો સ્ટોક રાખવા તથા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0