રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેનાથી પાકને નુકશાન થવાની સંભાવના વધી ગઈ છે. જેની અસર શાકભાજીના ભાવમાં પણ જોવા મળી છે, શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા લોકડાઉનના કપરા સમયમાં હવે ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર વધુ એક નવી આર્થીક આફત આવીને ઉભી થઈ ગઈ છે, જેથી તેમને ખીચામાથી વધુ પૈસા નીકાળવા પડશે.

આ પણ વાંચો – પાલનપુર તાલુકાના ઓખાપુરા ગામે ખેડૂત પરિવારનું મકાન ધરાશાયી : જાનહાનિ ટળી

શાકભાજીના નવા કીલોદીઠના ભાવ

કંકોળા જૂનો ભાવ 100 હતો તે વધીને 180રૂ. થયા,
કોથમીર જુના ભાવ 100 હતા જે વધીને 250 રૂ.થયા,
ચોળીનો જૂનો ભાવ 70 થી 80 હતા જે વધીને 100થી 150 રૂ.થયા
ટીંડોળાંનો જૂનો ભાવ 40 થી 50 હતા જે વધીને  80 રૂ.થયા,
દુધીનો જૂનો ભાવ 25 રૂ.હતા જે વધીને 70 રૂ.થયા,
ટામેટાનો જૂનો ભાવ  40 રૂ હતા જે વધીને 50 થી 60 રૂ થયા,
લીબુંનો જૂનો ભાવ 40 હતો જે વધીને 60 થી 70 રૂ.થયા,
ફ્લાવરનો જૂનો ભાવ 40 હતા જે વધીને થી 60 થી 80  રૂ. થયા,
કોબીજનો જૂનો ભાવ 50 રૂ.હતો જે વધીને 70 રૂ. થયા છે.
Contribute Your Support by Sharing this News: