બહુચર્ચીત દુધસાગર ડેરી ઘી કૌભાંડની તપાસમાં સીટ દ્વારા નવો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ભેળશેળયુક્ત ઘીનુ પેકેંજીંગ અને મેન્યુફેક્ચરીંગ અંગેની જાણકારી સામે આવી છે. દુધસાગર ડેરીના ઘીના નામે નકલી ઘી બનાવવાનો પ્લાન્ટ હરિયાણાના પુન્હા ખાતે બનાવવામાં આવ્યો હતો. અહીના પ્લાન્ટમાં બનાવેલ નકલી ઉપર દુધસાગર ઘી નુ અસલી જેવુ પેકેજીંગ કરી તેને બજારમાં વેચવામાં આવતુ હતુ. પરંતુ ભેળસેળયુક્ત ઘી ની બે ટ્રકો પકડાઈ જતા આ સમગ્ર મામલાનો ભાંડો ફુટી જવા પામ્યો હતો. આ ભેળસેળયુક્ત ઘીના વેપારના કારણે ડેરીને 40 કરોડ જેટલા નુકસાનનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. આ મામલે ચેરમેન સહીત 5 લોકો ઉપર ફરિયાદ નોંધાઈ હતી અને 3 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
દુધસાગર ડેરીના ભેળસેળયુક્ત ઘીના મામલાની તપાસ માટે સ્પેશીયલ શીટની નીમણુક કરવામાં આવી હતી. આ કૌભાંડની તપાસ ડી.વાઈ.એસ.પી. એબી વાળંદની અધ્યક્ષતામાં કરવામાં આવી રહી છે. જેમાં આ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસમાં મહત્વનો સબુત પકડાયો છે. જેમાં આ ભેળસેળયુક્ત ઘી નુ મેન્યુફેક્ચરીંગ જે જગ્યાએ થઈ રહ્યુ હતુ એ જગ્યા ગુજરાતમાં નહી પરંતુ છેક હરિયાણાના પુન્હા ખાતે થઈ રહ્યુ હતુ. જ્યા આ નકલી ઘી બની ગુજરાતમાં લાવી વેચવામાં આવતુ હતુ. કૌભાંડ પકડાઈ જતા તપાસમાંથી છટકવા માટે લાગતા વળગતા કૌભાડીઓએ આ નકલી ઘીના પ્લાન્ટમાંથી પુરાવા નાશ કર્યા હોવાનુ સામે આવ્યુ છે.
નકલી ઘી ની બે ટ્રકોના સેમ્પલને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં તપાસ માટે મોકલવામાં આવ્યુ હતુ. જેના રીપોર્ટમાંથી ઘીમાં પામ ઓઈલની ભેળસેળનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ઘી માં 16 ટકા જેટલુ પામ ઓઈલનુ મીશ્રણ હોવાનુુ સામે આવ્યુ છે. કૌભાંડીઓ દ્વારા સામાન્ય લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરવા બદલ તેમને કડક સજા થાય એ માટે તપાસ કરતી ટીમ દ્વારા એફ.એસ.એલ. ની મદદ માંગવામાં આવી રહી છે. જેથી વધુ ચૌક્કસાઈ પુર્વક તપાસ કરી ગુનેગારોને સજા કરી શકાય.
આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી
આ મામલામાં ચેરમેન તથા વાઈસ ચેરમેન સહીત 5 જણાના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ત્રણ ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઈ,પુર્વ એમ.ડી. નીશીથ બક્ષી અને લેબોરેટરી હેડ અલ્પેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે આરોપીઓએ અગાઉ તેમની જામીન અરજી પણ કરેલ હતી પરંતુ તેઓની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ ત્રણે આરોપીઓએ હાઈકોર્ટમાં જામની અરજી કરેલ હતી પરંતુ હોઈકોર્ટ તેમની જામીન અરજી ફગાવી દેશે એ ડરના કારણે તેઓએ જામીન અરજી પરત ખેંચી હતી.