દૂધસાગર ડેરીના  ચેરમેન અશોકભાઈ ચૌધરીની કોરોનાકાળમાં અનોખી પહેલ26 કર્મચારીઓને નિવૃત્તિ પહેલાં જ મળવાપાત્ર આર્થિક લાભ ચૂકવાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત:-મહેસાણા

મહેસાણા જિલ્લાની નામાંકિત દૂધસાગર ડેરીના વહિવટમાં છેલ્લા કેટલાય સમયથી પરિવર્તન પેનલના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ કમાન સંભાળી સંઘ સાથે સંકળાયેલ પશુપાલકો તેમજ કર્મચારીઓના હિતમાં અનેક નિર્ણયો લેવાઈ રહ્યા છે. તાજેતરમાં દૂધસાગર ડેરીના વિવિધ વિભાગોમાં વર્ષોથી ફરજ બજાવતાં અને નિવૃત્તિના આરે ઉભેલા બે ડઝનથી વધુ કર્મચારીઓને નિવૃત્તિના પાંચ દિવસ અગાઉ જ મળવાપાત્ર આર્થિક લાભ આપી સાચા અર્થમાં સખાવત સાબિત થયાં છે. આજે દૂધસાગર ડેરી ખાતે કોરોનાની ગાઈડલાઈના પાલન સાથે સાદગીભર્યા કાર્યક્રમમાં ૨૬ કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે દૂધસાગર ડેરીના વિવિધ વિભાગોમાં વર્ષોથી ફરજ બજાવતાં ૨૬ કર્મચારીઓ આગામી ૩૧મી મે ૨૦૨૧ના રોજ નિવૃત્ત થનાર છે. સામાન્ય રીતે સરકારી કે સહકારી સંસ્થાઓમાં નિવૃત્તિના અંતિમ દિવસે કે ત્યારબાદ કર્મચારીઓને મળવાપાત્ર આર્થિક લાભો મળતાં હોય છે. પરંતુ, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ કોરોનાના કપરા સમયમાં કર્મચારીઓના હિતમાં અનોખી પહેલ કરી છે. જેમાં આગામી ૩૧મીએ મે-૨૧ના રોજ નિવૃત્ત થનાર ૨૬ કર્મચારીઓને નિવૃત્તિના પાંચ દિવસ અગાઉ જ તેમના મળવાપાત્ર આર્થિક લાભ આપવામાં આવતાં કર્મચારીઓમાં હરખની લાગણી જોવા મળી હતી.સાદગીપૂર્ણ યોજાયેલ કાર્યક્રમમાં ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ મેનેજીંગ ડિરેકટરની ઉપસ્થિતિમાં આ મહિનાના અંતમાં નિવૃત્ત થનાર ૨૬ કર્મચારીઓને તેમને મળવાપાત્ર આર્થિક લાભોની રકમના ચેક પાંચ દિવસ અગાઉ જ વિતરણ કરી સાચી સખાવત દાખવી હતી. દૂધસાગર ડેરીની વિવિધ વિભાગોમાં ઘણા વર્ષોથી ફરજો બજાવી નિવૃત્ત થનાર કર્મચારીઓ સાથે વ્યક્તિગત અને ભાવાત્મક મુલાકાત કરી હતી અને આગામી સમય પરિવાર સાથે આનંદ તેમજ સુરક્ષિત રીતે પસાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.