કોરોના કાળમાં અનેક લોકોએ નોકરી ગુમાવી ચુક્યા છે, તથા અનેક પરિવારો એવા પણ છે જેમાં પરિવારનો મુખ્ય કમાવનારા સભ્યનુ અવસાન થઈ ગયુ છે. જેથી એવા પરિવારો માટૈ જીવન જીવવુ મુશ્કેલ બની ગયુ છે. ત્યારે વિશ્વ પ્રસીધ્ધ દુધસાગર ડેરીએ આ કોરોનાકાળ દરમ્યાન તેમના કર્મચારીઓના પરિવારજનોને મોટી આર્થીક રાહત આપવા પરિવારના સભ્યને વારસદાર તરીકે નોકરી આપવાનો નિર્ણય કર્યો હતો. જેઓને આજ રોજ નિમણુકપત્રો આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ફાયર વિભાગમાં કૌભાંડ : ચીફ ઓફીસર કોના હિતો માટે કામ કરી રહ્યા છે, જનતાના કે માત્ર ભારતીય જનતા પાર્ટીના ? હજુ સુધી ફરિયાદ કેમ નહી ?
દુધસાગર ડેરી ખાતે ડેરીનાં કર્મચારી કે જેઓ તેમના નોકરીનાં સમય ગાળા દરમિયાન કોરોના મહામારી કે અન્ય બીમારીથી આકસ્મિક અવસાન પામ્યા હોય તેવા કર્મચારીઓનાં પરિવારજનોને આર્થિક તકલીફનાં પડે, તેમનું જીવન ગૌરવભેર જીવી શકે તેવા હેતુથી દુધસાગર ડેરીએ તેમના વારસદારોને નોકરી આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અંતર્ગત આજ સોમવારે 23 જેટલા લોકોને નોકરી પત્રો આપવામાં આવ્યા હતા. આ નિમણુકપત્રો આપવાના કાર્યક્રમમાં સાંસદ સભ્યો શારદાબેન પટેલ અને રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોર તથા જિલ્લા પ્રમુખ જસુભાઈ પટેલ ,અમિતભાઇ ચૌધરી અને સૌ સાથી ડિરેક્ટરઓ હાજર રહ્યા હતા.