કડી નગરપાલિકા દ્વારા હાથ ધોવા માટે લગાવેલ ડ્રમ બીસ્માર હાલતોમાં

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી : સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ખુબજ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઇડલાઈનનું પાલન કરવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પણ દિવસે ને દિવસે ખુબજ મોટી સંખ્યામાં કોરોના કેશ સામે આવી રહ્યા છે ત્યારે કડી નગરપાલિકા દ્વારા કડી શહેર ના અલગ અલગ વિસ્તારમાં મેકવામાં આવેલ હાથ ધોવાના પાણી ના ડ્રમ બીસમભરી હાલત માં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો – #કડી: નરસિંહપુરા નર્મદા કેનાલ પાસે કાચા તેલનુ ટેન્કર પલટી મારી ગયુ !

કડી નગરપાલિકા દ્વારા જાહેરમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ ના રહે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કડી નગરપાલિકા દ્વારા આ લગાવેલ ડ્રમ ની હાલત શું જોવા મળતી નથી કે શું? આ ડ્રમ માં સેનેટાઇજર નું પાણી તો  નહી પણ સાદું પાણી પણ જોવા મળતું નથી. કડી નગરપાલિકા દ્વારા આ બનાવલે હાથ ધોવા ના મશીન જે કોરોના મહામારી ના સમયે ઉપયોગ માટે પ્રજાના રક્ષણ માટે બનાવવામાં આવ્યા હતા. આ ડ્રમ હજારો રૂપિયા ના ખર્ચે બનાવેલ આ હાથ ધોવાના ડ્રમ બીસમભરી હાલતમાં જોવા મળી રહ્યા છે. કડી નગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો સામે ખાલી ને ખાલી મોટી મોટી રકમના દંડ જ વસુલ કરવામાં વ્યસ્ત છે કે કડી ની જાહેર જનતા માટે કોરોના સમયે તેમને યોગ્ય સમયે મદદ રૂપ માટે પણ ત્યારે છે કે નહીં.
જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.