જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે સૂત્રો પાસેથી મળતી માહિતી બાદ કેશવા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું કે, બુધવારે એક સક્રિય આતંકવાદી અનાયત અશરફ ડાર, જે શોપિયાના કેશવામાં ડ્રગ્સના કેસમાં પણ સામેલ હતો, તેણે ગોળીબાર કરીને એક નાગરિકને ઘાયલ કર્યો હતો.
આ આતંકવાદીને અગાઉ આત્મસમર્પણ કરવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તે સંમત થયો ન હતો. બાદમાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યૂ હતું. તેની પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઘાયલ નાગરિક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો – જમ્મુ & કાશ્મીરમાં સેનાના હાથે 2 આંતકીનો ખાત્મો, ડ્રોનમાંથી મળી વિસ્ફોટક સામગ્રી
જમ્મુ કશ્મીરના પુલવામાંમાં વધુ એક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ એક ગ્રેનેડ હુમલો હતો જે મુખ્ય ચોક પર તૈનાત સુરક્ષાદળોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગ્રેનેડ જાે કે રસ્તા પર જઈને ફાટ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ અટકાવી શકાઈ હતી. ગ્રેનેડ હુમલામાં ત્રણ સ્થાનિક નાગરિકો ઘાયલ થયા હતા. તેમણે નજીકની હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ પણ થોડા દિવસ અગાઉ જ જમ્મૂ કાશીમરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. જેમા ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમા એક જવાન શહિદ થયો હતો. સાથે જ હેલિકોપ્ટરમાં સવાર બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના જમ્મુના પટનીટોપ વિસ્તારમાં શિવગઢ પહાડો વચ્ચે થઈ હતી. જેમા એક જવાન શહિદ પણ થયો હતો.