બનાસકાંઠા જિલ્લાના લાખણી નજીક ચાલી રહેલા ફોરલેન રોડના કામમાં ડાયવર્જન આપેલા રસ્તાઓ પર સમયસર પાણીનો છંટકાવ ન કરવામાં આવતાં કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે. જેમાં ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.
વાહનો પસાર થતાં ધુળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન 
બનાસકાંઠા જિલ્લાના લાખણી નજીક છેલ્લા કેટલાક સમયથી ચાર માર્ગીય રોડનુ કામ ચાલી રહ્યું છે. જેમાં ડાયવર્જન આપેલા રસ્તાઓ પર વાહન ચાલવાથી ધૂળની ડમરીઓ ઉડતી હોય અને ધૂળ આંખોમાં તેમજ મોઢામાં જતી હોય આથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે. ધૂળ ઉડવાથી કેટલીક ગંભીર બીમારીઓ પણ સર્જાઇ શકે તેમ છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ધુળની ડમરી ઉડતા વાહનો પણ ખજૂરથી ભરાઇ જતા હોઇ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ડાયવર્જન આપેલા રસ્તા પર સમયસર પાણીનો છંટકાવ કરવામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી રહી છે.
Contribute Your Support by Sharing this News: