ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના કડા-લાછડી રોડ પર પેટ્રોલ પંપ નજીક ઉભેલા ડમ્પરની પાછળ ટ્રક અથડાતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માણસા તાલુકાના અનોડીયા ગામના રાઠોડ રણજીતસિંહ પૃથ્વીસિંહ ટ્રક (જીજે 02 ઝેડ 7897) લઈ વિસનગર- ગાંધીનગર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.
ત્યારે કડા- લાછડી રોડ પર પેટ્રોલ પંપ નજીક ઊભેલા ડમ્પર (જીજે 21 ડબલ્યુ 7798)ની પાછળ અથડાતાં ટ્રકચાલક રણજીતસિંહ રાઠોડનું મોત થયું હતું.
બનાવની જાણ થતાં વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતકનું વિસનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારને સોંપી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈ રાઠોડ ભાવેશસિંહ પૃથ્વીસિંહની ફરિયાદને આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ માનવ જિંદગી જોખમાય તે રીતે હાઈવે ઉપર ડિવાઇડર નજીક બંધ હાલતમાં પાર્ક કરી બેદરકારી રાખવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.