ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૧)

બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથક વિસ્તારમાં ભરડાસરથી આંતરોલ જતાં રોડ પર વાવ તાલુકાના ખીમાણાવાસ ગામના અભેસિહ વણોલ નામના ઇસમે પોતાનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ઓવરટેક કરવા જતાં મોટર સાઇકલ સ્લીપ ખાઇ જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે બાબતે પોલીસે લખમણભાઈ ગોહિલની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીય પાનપુર