ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં પશુ હેરાફેરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો પાસ-પરમિટ વિના તેમજ પાણી અને ઘાસચારા જેવી સુવિધાઓ વગર ટ્રકમાં ભરીને લઈ જવાતી 14 ભેંસોને એનિમલ રેસ્ક્યૂ ટીમે બચાવી ટ્રક રોકી તપાસ કરતા પશુઓની અમાનવીય સ્થિતિ સામે આવતા ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.
![]()
પાલનપુરના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અને એનિમલ સેવિયર ફાઉન્ડેશન સાથે જોડાયેલા દિપકકુમાર સતીશકુમાર સિન્ધીને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોતાના મિત્રો સાથે એરોમા સર્કલ નજીક વોચ ગોઠવી બેઠા ત્યારે સિદ્ધપુર તરફથી આવતી શંકાસ્પદ આઇશર ટ્રક નંબર જીજે-18-બીટી-7151 હનુમાન ટેકરી તરફ જતા જોવા મળી જેથી ટ્રકને રોકીને તપાસ કરતાં તેમાંથી 14 જીવતી ભેંસો.

ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવી ભેંસોને એવી રીતે ભરવામાં આવી કે તેમની ચામડી એકબીજાને ઘસાતી ટ્રકમાં પાણી અથવા ઘાસચારાની કોઇ વ્યવસ્થા ન તેમજ ચાલક પાસે કોઇ પાસ-પરમીટ પણ ન ચાલક સાબીરખાન ઉસમાનખાન બલોચ (રહે.ઇશાકપુરા સિંધિવાસ, તા. સતલાસણા, જિ.મહેસાણા)ને ઝડપી 112 પર કોલ કરતાં પોલીસ આવી પહોંચી.


