#પાલનપુર_RTO : મહિલા કર્મચારી દ્રષ્ટિ પટેલ રૂપિયા 83,200 ની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત: પાલનપુરની આરટીઓ કચેરીમાં ખુદ આરટીઓ અધિકારી દ્રષ્ટિબેન પટેલ અને પંકજભાઈ ચૌધરી ડ્રાઇવર બંને લાંચ રંગેહાથે એસીબીના હાથે ઝડપાયા.

પાલનપુર આરટીઓ કચેરીમાં અધિકારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા હોવાની બુમરાડ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં દિનપ્રતિદિન સતત વધી રહ્યો છે બીજી બાજુ ભ્રષ્ટાચારે પણ માઝા મૂકી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેર ખાતે આવેલ જિલ્લાના આરટીઓ કચેરીમાં આરટીઓ અધિકારી દ્રષ્ટિ બેન પટેલ ખુદ લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા. ત્યારે પાલનપુર આરટીઓ કચેરીમાં અગાઉ પણ આરટીઓ કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર લાંચ ઝડપાયો હતો. ત્યારબાદ ફરી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને બીજી બાજુ ભ્રષ્ટાચારના સતત વધારો થઈ રહ્યો છે. પાલનપુર આરટીઓ કચેરીમાં દિનપ્રતિદિન ભ્રષ્ટાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. અને સરકારી અધિકારીઓ પોતાના ખિસ્સા પરી લાખોપતિ બની રહ્યા છે. ત્યારે આજે પાલનપુર આરટીઓ ના મહિલા અધિકારી દ્રષ્ટિ બેન પટેલ ૮૩,૨૦૦ ની લાંચ લેતાં ઝડપાયા હતા. અને તેમના ડ્રાઇવર પંકજભાઈ ચૌધરી ખુદ લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે ત્યારે એસીબીના પીએસઆઇ ચૌધરી સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચાર નાબુદ કરવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આરટીઓ અધિકારી ખુદ લાંચ લેતાં ઝડપાયા હતા. આરટીઓ કચેરીના અધિકારીઓના બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.
 જ્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ કચેરીઓમાં મોટાભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી સરકારી કામોમાં ગેરરિતી આચરી હોવાની બૂમરાણ થઇ રહી છે.  સરકારના લાખો રૂપિયાના ધુમાડા કરી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે ત્યારે ગુજરાતના વિકાસના કામોમાં અડચણ રૂપ અધિકારીઓ સામે બનાસકાંઠા એસીબીએ લાલ આંખ કરી છે.  પાલનપુર આરટીઓ કચેરીના અધિકારી દ્રષ્ટિ બેન પટેલ ને ખુદ લાંચ લેતા રંગે હાથે ઝડપાતાં આગળની તપાસ હાથ ધરી છે. હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં અનેક નામી અનામી ખુલી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે અને પાલનપુર આરટીઓ દ્રષ્ટિબેન પટેલની પોલ ખૂલી શકે તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.