સમગ્ર રાજ્યમાં હાલ કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે તેને રોકવા માટે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડોકટર અને તેમની ટિમ ખડે પગે સેવા બજાવી રહ્યા છે ત્યારે કડીમાં આવેલ રિધમ હોસ્પિટલ ખાતે જે કોવિડ સેન્ટર બનવાવ માં આવ્યું છે. ત્યારે પૈસા માટે બધા પરસેવો પાડે પરંતુ”પર સેવા” માટે પરસેવો પાડે એ આપણા સમાજનો ખૂબ જ અગત્યનો સભ્ય એટલે ડોકટર સેવાધર્મ એટલો તો ગહન છે કે,યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી. પરંતુ કડીમાં આવેલ રિધમ હોસ્પિટલમાં કોરોનાની છેલ્લાં દોઢ વર્ષથી કપરી કામગીરી કરીને ડો.અલ્પેશભાઈ પ્રજાપતિ સેવા શબ્દને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. સેવા માર્ગ ભક્તિના માર્ગથી પણ ચડિયાતો છે આ ભાવના સમગ્ર ડોકટરના પરિવારમાં લોહીમાં વણાયેલી છે.
રિધમ હોસ્પિટલના ડો. અલ્પેશભાઈ પ્રજાપતિ તથા તેમના સમગ્ર સ્ટાફ અને તમામ નર્સીસ સેવાઓ આપી રહ્યા છે ત્યારે આ કોરોનાના કપરા સમયની પ્રથમ અને બીજી લહેરમાં રિધમ હોસ્પિટલ ના તમામ ડોકટર સ્ટાફ પરિવારની સેવાના પગલે અનેક દર્દીઓને નવજીવન મળ્યા છે. આ કોરોનાની આ બીજી લહેર અત્યંત ઘાતક હતી.ભગવાન આ દિવસો ફરીના દેખાડે તેની આશા સાથે તમામ આવેલ કોરોના દર્દીઓ ને કોરોનાથી મુક્ત કર્યા છે.
કોરોના આ બીજી લહેરમાં સતત દિવસ રાત ખડે પગે સેવા આપી તમામ સ્ટાફ દર્દીઓની સેવા કરી રહ્યો હતો. ત્યારે રિધમ હોસ્પિટલના ડો.અલ્પેશભાઈ પ્રજાપતિ આવી કોરોના વાયરસની પરિસ્થિતિ માં પણ દર્દીઓ ની સારવાર માટે સવાર થી 8 વાગ્યા થી રાત્રીના આશરે 3 કે 4 વાગ્યા સુધી ફરજ બજાવતા હતા અને પછી ફરીથીબીજા દિવસે પણ પોતાની જવાબદારી સમજીને 8 વાગે તો હોસ્પિટલમાં દર્દીઓ ની સારવાર માટે સતત હાજર રહેતા હતા અને સાથે સાથે આ કોરોના ની બીજી લહેર માં વધારે પરિસ્થિતિ ખરાબ હોવા છતાં અને સમગ્ર રાજ્યમાં ઓક્સિજન ના બોટલો ની અછત હોવા છતાં દર્દીઓ માટે ઓક્સિજન ની અછત ઉભી ના થાય અને કોઈ દર્દી ને ટાઈમ સર ઓક્સિજન મળી રહે તેના માટે સતત કામગીરી કરી રહ્યા હતા અને આવી ઓક્સિજન ની અછત હોવા છતાં પણ પેશન્ટ સારવાર કરી રહ્યા હતા.
પ્રેમાળ,ધીરજ,હસતા અને આનંદમાં રહેતા ડો.અલ્પેશભાઈ પ્રજાપતિ કહે છે કે આ હોસ્પિટલમાં હકારાત્મક અભિગમ થકી કોરોનાની આ પહાડ જેવી મુશ્કેલીનો સામનો હોસ્પિટલના કર્મયોગીઓએ સાથે મળીને કર્યો છે.તમામ દર્દીઓ પ્રત્યેની લાગણી તેમજ દિર્ઘદષ્ટીને પગલે આજે રિધમ હોસ્પિટલ ખાતે ગણા બધા દર્દીઓની સેવા કરવાનો અમૂલ્ય અવસર આપ્યો છે.આ અવસર થકી આજે તમામ મુશ્કેલીઓ હોવા છતાં પણ અડીખમ આત્મવિશ્વાસ થી દર્દીઓ ની સેવા કરવા માટે પ્રેરણા મળી રહી છે. અને તેમણે નાગરિકો ને સતત માસ્ક પહેરવા,સોશિયલ ડિસ્ટન્સ, સેનીટાઇઝર સહિત રસીકરણ કરી રાષ્ટ્રને સુરક્ષિત કરવા અપીલ કરી હતી.