ગરવી તાકાત,પાલનપુર
પાલનપુર ની માવજત હોસ્પિટલ દીવસે ને દીવસે દદીૅઓ માટે કંઇક નવાજ પ્રકાર ની માવજત કરી રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાત ખાતે મગજ અને સ્પાઇન ની સર્જરી ક્ષેત્રે કોઈ વિકલ્પ ન હોવાને કારણે અત્યાર સુધી મગજ અને સ્પાઇનના ગંભીર ઓપરેશનો માટે અમદાવાદ અને મહેસાણા જવા મજબુર બનવુ પડતુ હતું.એકસીડન્ટ અને તાત્કાલિક સારવારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થતી પાલનપુર ની માવજત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડો.નિમૅલ દેસાઇ(ન્યુરો-સ્પાઇન સજૅન) દ્ધારા છેલ્લા 5 મહિનાના ટૂંકા ગાળા દરમિયાન દિવસ-રાત 24 કલાક સેવા આપી કુલ 101 મગજ અને સ્પાઇનના ઓપરેશન કરી જિલ્લાની ગરીબ અને જરૂરિયાતમંદ જનતાને રાહત દરે નવજીવન આપેલ છે.
આ પણ વાંચો – કડીમાં સ્થાનીક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી 19 જુગારીઓને ઝડપ્યા
જિલ્લાની ટ્રસ્ટ હોસ્પિટલ હોવાના કારણે રાહત દરે મગજ અને સ્પાઇનના તમામ ઓપરેશન થયેલ છે, જે અત્યારે પણ અવિરત ચાલુ છે. આમ,એકસીડન્ટ અને મગજના ઓપરેશન માટે બનાસકાંઠા જિલ્લામાં રાહત દરે 24 કલાક સારવાર આપતી માવજત હોસ્પિટલ એકમાત્ર વિકલ્પ હોવાથી બનાસકાંઠાના આસપાસના લોકો ન્યુરો સર્જરી માટે આ હોસ્ટીટલમા જ આવવાનુ પસંદ કરે છે.
રીપોર્ટ – જયંતી મેતીયા