મહેસાણા જિલ્લામાં ચાલી રહેલી 1962 કરુણા એનિમલ હેલ્પ લાઈન નંબર જેમાં મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા પશુઓ માટે હંમેશા સેવા માટે મદદ રૂપ આ કરુણા હેલ્પ લાઈનના કર્મચારીઓ કોઈપણ સમયે હાજર રહીને આ અણબોલ પ્રાણીઓ સેવા કરતા રહ્યા હોય છે. કોઈ પણ વ્યક્તિ એમના વિસ્તારની આજુ બાજુમાં કોઈ પશુ કે પ્રાણી બીમાર હોય કે પછી કોઈ નાની-મોટી ઈજા થઈ હોય તો આ 1962 કરુણા હેલ્પ લાઈન પર ફોન આવતાની સાથે જ ત્યાં ડોકટરની ટિમ સાથે આ અણબોલ પ્રાણીઓની સેવા કરતા હોય છે. તેને યોગ્ય સારવાર આપીને તેને બચાવવા નો પ્રયત્ન હંમેશા કરતા રહેતા હોય છે. જયારે કોઈ માનવી બીમાર કે કોઈ ઇજા પહોંચી હોય તો એક માનવી બીજા માનવીની હંમેશા મદદ કરતા જોવા મળી રહ્યા હોય છે. ત્યારે જેમ આપણે આપરા પરિવારની ચિંતા થતી હોય છે તેમ આ પશુઓને પણ પોતાના પરિવાર હોતા જ હોય છે. પરંતુ જયારે તેમને કોઈ બીમારી કે ઇજા પહોંચી હોય છે ત્યારે માનવ દ્વારા જ તેની સારવાર કરીને સ્વસ્થ બનાવવાનું કામ કરતા હોય છે.

આવી જ એક ઘટના મહેસાણા જિલ્લામાં આવેલ પરા વિસ્તારમાં ડોગ બાઈટનો કેસ આવતા કરુણા 1962 કરુણા એનિમલ હેલ્પ લાઈનને જાણ તથા પાઇલોટ બિપિનભાઈ પરમાર તથા તેમની સાથે ડો. બંસરીબેન પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાં નાનું ગલુડીયા ને નાનું આતરડું બહાર આવી ગયું હતું. જેમાં કરુણા હેલ્પ લાઈનના કર્મચારીઓને જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી તે નાના ગલુડીયાને જીવ બચાવવા માટે તાત્કાલિક ઓપરેશન કરી લાર્જ ઇન્જરી સફળતા પુર્વક નાના ગલુડીયા ને જીવ બચાવવામાં આવ્યો હતો અને ખરે ખર આવી પરિસ્થિતિમાં પણ સતત ડો.બંસરીબેન પટેલની 2 કલાક સફળ ઓપરેશન કરી તે નાના ગલુડિયાંનો જીવ બચાવવામાં આવ્યો હતો અને તેને યોગ્ય સારવાર આપવમાં આવી હતી. આ વ્યસ્ત જીવનમા પણ લોકો અત્યારે કોઈ એકબીજાની મદદ કરવા આગળ આવતું નથી ત્યારે આ બાહોશ અને નીડરતા પૂર્વક આ મહિલા ડો. બંસરીબેન પટેલ દ્વારા એક માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ કાર્યથી બીજી મહિલાઓને પણ આ સેવા જેવા કાર્યથી પેરણા મળશે અને આવા અણબોલ પશુઓ અને પ્રાણીઓ ની સેવામાં લોકો જાગૃત થઇ ને આગળ આવતા રહશે. અને આ મહિલા ડો. બંસરીબેન પટેલ ની ખુબજ સહારનીય કામગીરી જોવા મળી હતી અને ડોક્ટર ભગવાન રૂપ હોય છે  ખાલીને ખાલી માનવીઓ માટે જ નહીં પણ આવા અણબોલ પશુઓ અને પ્રાણીઓ માટે પણ આ ડોકટરો ભગવાનના રૂપમાં સાચા અર્થમાં સાબિત થતા જોવા મળી રહ્યા છે. ડો. બંસરીબેન પટેલની કામગીરીથી એક નાના ગલુડીયાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરીને આ સેવાના કાર્યમાં  જોડાઈ રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: