— ધારુસણ ગામ ના રામુભાઈ જોષી ને કોંગ્રેસના મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા :
ગરવી તાકાતસરસ્વતી પાટણ : પ્રજાલક્ષી કાર્ય માં અને પોતાના મત વિસ્તાર મા લોકોના વિકાસના કાયઁ માટે 108 તરીકે જાણીતા પાટણના એક્ટિવ ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલ રોજિંદા તેમજ લોકોના સામાજિક સાથે પોતાના મત વિસ્તાર મા આવતા ગામો ના વિકાસના કાયઁ માં હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ધારાસભ્યશ્રી એ ધારુસણ ગામની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુના લોકો તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવેલા લોકો દ્વારા ધારાસભ્ય નું સન્માન કરવામાં આવ્યું.સાથે પાટણ જિલ્લાના પ્રમુખ શંકરજી ઠાકોર.ભુરાભાઈ જોશી.બળદેવભાઈ જોશી સરીયદ.પૂર્વ ડેલિકેટ મોઘજીજી ઠાકોર અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે ધારાસભ્યશ્રી દ્વારા ધારુસણ ગામના વતની રામુભાઈ જોશીને કોંગ્રેસ પક્ષના મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા.અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ