ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે ગરબા ન યોજી શકાતા આ વર્ષે ખેલૈયાઓમાં બમણો ઉત્સાહ !

શેર કરવા અહીં ક્લિક કરો.

પાલનપુર સહિત જિલ્લામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા….

 
પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાભરમાં નવરાત્રિ પર્વની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારે આપેલી છૂટછાટ મુજબ નિયમોનુસાર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે.  
 

સમગ્ર રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી માટે સરકારી નિયમોનુસાર છૂટછાટ આપતાં ગરબા આયોજક મંડળો દ્વારા ઠેર ઠેર સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળાઓમાં પણ શિક્ષકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે પાલનપુર તાલુકાના વાસણા (જ) ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે નવરાત્રિ પર્વની ઉજવણી ન થઈ શકતા જાણે ખેલૈયાઓમાં બમણો ઉત્સાહ હોય તેમ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.