હોળી બાદ બની રહ્યો છે ‘ડબલ ગજકેસરી યોગ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, મહેસાણા તા. 19 – વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્રમાં અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. તેવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બને છે, જેનાથી વિવિધ પ્રકારના શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. જ્યાં હોળીના દિવસે ચંદ્રમા કન્યા રાશિમાં રહી કેતુની સાથે યુતિ બનાવી રહ્યાં છે. તેવામાં કેતુને કારણે ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે. તો હોળી બાદ 27 માર્ચે ચંદ્રમા તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેવામાં તે ગજ કેસરી યોગનું નિર્માણ કરી રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 માર્ચે ચંદ્રમા તુલા રાશિમાં લગ્ન ભાવમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ સાથે ગ્રહોના રાજકુમાર બુધ અને ગુરૂ ચોથા ભાવમાં રહેશે. તેવામાં ચંદ્રમા પર બુધની સાથે સાથે ગુરૂની દ્રષ્ટિ પડી રહી છે, જેનાથી ડબલ ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તુલા રાશિમાં ગજકેસરી યોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે.

साल 2024 में बनने जा रहा है ये विशेष योग, इन राशि वालों की चमक जाएगी किस्मत

મકર રાશિ – મકર રાશિના જાતકો માટે ડબલ ગજકેસરી યોગ ખુબ લાભદાયક રહી શકે છે. આ રાશિના જાતકોને અચાનક ધન મળી શકે છે. આગામી 54 કલાક ખુબ મહત્વપૂર્ણ રહી શકે છે. વેપાર અને નોકરીમાં લાભ મળી શકે છે. ચંદ્રમાની ચોથા ભાવમાં દ્રષ્ટિ પડવાને કારણે ઘરમાં સુખ-શાંતિ રહેશે. નવુ વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. આ સાથે ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. આ સાથે નવો બિઝનેસ, કારોબાર કે પછી નોકરી માટે સમય સારો રહેવાનો છે. તમને અચાનક ધન લાભ થવાની સાથે દરેક ક્ષેત્રમાં લાભ મળશે. લોકોનો સહયોગ મળશે, જેનાથી તમારા અટવાયેલા કામ પૂરા થઈ શકે છે.

તુલા રાશિ – આ રાશિના જાતકો માટે ડબલ ગજકેસરી યોગ લાભકારી રહેશે. તેવામાં આ રાશિના જાતકોને ધન સંપત્તિની પ્રાપ્તિ સાથે અટવાયેલા કામ પૂરા થશે. ભગવાન શિવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. લગ્ન ભાવમાં ચંદ્રમા હોવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. લવ લાઇફ પણ સારી રહેવાની છે. ઉચ્ચ શિક્ષણ સંબંધિત નિર્ણય લઈ શકો છો. આવનારા સમયમાં તમને લાભ મળશે. ચંદ્રમાની દ્રષ્ટિ સપ્તમ ભાવમાં પડવાથી લગ્નનો યોગ બની રહ્યો છે.

વૃશ્ચિક રાશિ – આ રાશિના જાતકોને ડબલ ગજકેસરી યોગથી ફાયદો થશે. આ રાશિમાં ચંદ્રમા 12માં ભાવમાં રહેશે. તેવામાં વિદેશ જવાની તક મળી શકે છે. આ સાથે વિદેશમાં વેપાર કે પછી ત્યાં રહેવાનો પ્લાન બની શકે છે. રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે લવ લાઇફ સારી રહેવાની છે. પ્રેમ લગ્નનો યોગ બની રહ્યો છે. વેપારમાં ખુબ લાભ થવાનો છે. ભાગીદારીમાં ધંધો કરવાથી નફો થશે. એકાગ્રતા વધશે, જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. એક મોટા વિચારની સાથે વેપાર કે કરિયર વિશે સારા નિર્ણયો લઈ શકો છો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.