કમોસમી વરસાદથી ખેડુતોને બેવડો માર ! ભાવ પણ નથી મળતો અને પાક પણ બગડ્યો – શુ સરકાર આવશે વ્હારે ?

શેર કરવા અહીં ક્લિક કરો.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આથી ખેતીને પણ મોટુ નુકશાન થવા પામ્યુ છે.  ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતીના પાકને ભારે નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા તથા સાબરકાંઠામાં વરસાદ વરસતાં મગફળી સહીતના પાકને નુકશાન પહોંચ્યુ છે.

કમોસમી વરસાદને પગલે ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. એપીએમસીઓમાં પણ પાક પલડ્યો હતો.  કમોસમી વરસાદને પગલે કેટલીક એપીએમસી પણ બંધ રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, જુનાગઢ , અરવલ્લી સહીતના અનેક જીલ્લાઓમાં એપીએમસી બંધ કરવામાં આવી છે. નવસારી, સાબરકાંઠા,જુનાગઢ,વલસાડ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી જેવા અનેક જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ મગફળી ને પુરતા પ્રમાણમાં સરકાર ખરીદી નથી કરી રહી તો બીજી તરફ કુદરતી આફતથી કપાસ જેવા  પાક પણ બગડી જવાની ભીંતી સેવાઈ રહી છે. ત્યારે આ કમોસમી વરસાદને પગલે સરકાર દ્વારા ખેડુતોને રાહત અપાય છે કે કેમ તે જોવાનુ રહ્યુ !

અત્રે ઉલ્લેખનીય છે કે, મગફળીના ખેડુતોએ મોટા પ્રમાણમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે પરંતુ માત્ર આંગળીઓના ટેરવે ગણી શકાય એટલા ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે. જેથી ખેડુતો મગફળીનુ વાવેતર કરી છેતરાયા હોવાનુ અનુભવ કરી રહ્યા છે. જેમાં મહેસાણામાં 2759 ખેડુતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ પરંતુ માત્ર 3 ખેડુતો પાસેથી જ ટેકાના ભાવે મગફળી ખરીદાઈ છે. ગુજરાત અનેક જીલ્લાઓમાં મગફળીના ખેડુતોની પરિસ્થીતી લગભગ મહેસાણા જેવી જ છે. જેથી હવે ખેડુતને પુરતો ભાવ નથી મળી રહ્યો ત્યારે આકાશી આપત્તિ માટે ખેડુતનો સરકાર સહાય કરશે કે કેમ તે આવનારો સમય બતાવશે!

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.