કોરોના-૧૯ વેક્સિનનું સંશોધન અંતિમ તબક્કામાં હોય ટુંક સમયમાં ઉપલ્બધ થવાની શક્યતા રહેલી છે.આ રસીકરણ માટે તબક્કાવાર અમલીકરણ શરૂ કરવામાં આવેલું છે.મહેસાણા જિલ્લામાં આ પ્રકારની અસરકારક કામગીરી થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ શરૂ કરાયો છે. જિલ્લામાં ૧૦ ડિસેમ્બર થી ૧૩ ડિસેમ્બર દરમિયાન વિવિધ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરાઇ રહ્યો છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની સુચના અને માર્ગદર્શનથી મહેસાણા જિલ્લામાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના  હયાત રોગ ધરાવતા નાગરિકોના હાઉસ ટુ હાઉસ સર્વે કરી નામ,સરનામા અને મોબાઇલ નંબર સાથેનો ડેટા બેઇઝ તૈયાર કરાઇ રહ્યો છે.આ કામગીરી માટે મતદાન દરમિયાન મતદાન મથક વાઇઝ ટીમો દ્વારા સર્વે થઇ અસરકારક કામગીરી કરાઇ રહી છે.

 કોવિડ-૧૯ને વૈશ્વિક મહામારી તરીકે ઘોષીત કરાઇ છે અને વેક્સીન આપવાની કામગીરી આ મહામારી નાથવાના ઉદ્દેશ સાથે સમયબધ્ધ રીતે જિલ્લામાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ કરાઇ રહી છે. આ કામગીરીમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મતદાન મથક,મતદાર યાદીના ભાગવાર આંગણવાડી કાર્યકર,આશા બહેન તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકની ટીમ દ્વારા કરાઇ રહી છે.

હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીમાં હાયપરટેન્શન,બી.પી,ડાયાબીટીસ,મધુપ્રમેહ, કેન્સર,લીવરની બીમારી, કીડનીની બીમારી, ફેફ્સાની બીમારી, હ્રદયની બીમારી સહિત અન્ય ગંભીર બીમારી સહિતના સર્વે કરવામાં આવી રહ્યું છે.

Contribute Your Support by Sharing this News: