પાટણ શહેરનો એક વેપારી નકલી પોલીસની જાળમાં ફસાતો ફસાતો બચી ગયો હતો. જેમાં આ વેપારીને ખોટી રીતે ફસાવી તેની પાસેથી તોડ કરવાના ઈરાદાથી તેને એક પાર્સલ આપવામાં આવ્યુ હતુ.
સુત્રોના જણાવ્યુ અનુસાર વેપારી સવારના સમયે પાટણ શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલ દુકાનમાં બેઠ્યો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ દુકાનમાં કોઈ પાર્સલ લઈ ને આવ્યો હતો. જેને આ પાર્સલ વેપારીને આપી જતો રહ્યો હતો, આ પાર્લસ મળવાથી વેપારી પણ વીચારમાં પડી ગયો હતો, કારણ કે તેને કોઈ પાર્સલનો ઓર્ડર ન હતો કર્યો. આ પાર્સલને ચેક કરતા તેમાં પાવડર હોવાથી તેને સાઈડમાં રાખી દીધો હતો.
આ પણ વાંચો – પ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ
બાદમાં 2 અજાણ્યા શખ્શો પોલીસ બની દુકાનમાં આવી તમે બ્રાઉનસુગરનો વેપાર કરો છે એમ કહી વેપારીને દબાવવાની કોશીસ કરવા લાગ્યા હતા.અને વેપારી પાસેથી તોડ કરવાની કોશીસ કરી હતી પરંતુ વેપારીએ કંઈ જાણતો ન હોવાથી તે પોલીસ સામે બોલચાલ કરવા લાગ્યો, અને કહ્યુ હતુ કે તમારા થી જે થતુ હોય એ કરી લો જેથી આ શખ્શોને ખબર પડી ગઈ હતી કે અહી આપણુ કંઈ વળવાનુ નથી જેથી તેઓ નકલી પોલીસ બની સાદા પાવડરને બ્રાઉનસુગર છે એમ કહી વેપારીને ફસાવવા આવેલા બન્ને શખ્સો ભાગી ગયા હતા.