અમેરિકન સંસદ ભવન(કેપિટલ હિલ) પર 6 જાન્યુઆરીએ થયેલા હુમલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કપર કસવાની તૈયારી છે. આ હુમલાને લઈને પોલીસના 7 અધિકારીઓએ ટ્રમ્પ અને તેમના સહયોગીઓની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં ટ્રમ્પ સહિત દક્ષિણપંથી ચરમપંથી ગ્રુપોના લગભગ 20 સભ્યો તથા રાજનીતિક સંગઠનો પર સત્તા હસ્તાંતરણ પ્રક્રિયામાં ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વોશિંગ્ટન ડીસીની જિલ્લા કોર્ટમાં આ કેસ ગુરુવારે દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાઉડ બ્વાયજ અને ઓથ કીપર્સ મિલિશિયાના સભ્યો ઉપરાંત રોજર સ્ટોન જેવા ટ્રમ્પના સાથીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સંસદ પર હુમલાને લઈને આ રીતના 3 અન્ય કેસ પહેલા દાખલ થઈ ચૂક્યા છે. પરંતુ ગુરુવારે દાખલ કેસમાં પહેલીવાર ટ્રમ્પ પર આ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને ચૂંટણીમાં હાર બાદ પોતાનું પાયાવિહોણું જૂઠ્ઠાણું ફેલાવવા માટે ચરમપંથી સંગઠનો અને રાજનીતિક સંગઠનોની સાથે મળીને કામ કર્યુ. ટ્રમ્પ પર ચૂંટણીના પરિણામને લઈને પોતાના સમર્થકોને ભડકાવવાનો આરોપ લગાવાયો છે.
આ પણ વાંચો – અમેરીકન સેના 31 ઓગસ્ટ બાદ અફઘાનીસ્તાન છોડી દેશે – જો બાઈડને આપ્યા સંકેત !
6 જાન્યુઆરી 2021એ તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદ પરિસર પર હુમલો કર્યો હતો. હુમલાના સમયે સંસદમાં જાે બાયડનની જીત પર મોહક લગાવવાની પ્રક્રિયા જારી હતી. લગભગ ૪ કલાક ચાલેલા ઉપદ્રવ દરમિયાન લોકતંત્રને બંધક બનાવી લીધા હતા. આ દરમિયાન ભારે તોડફોડ અને ગોળીબાર પણ થયો. આ દરમિયાન પોલીસ કાર્યવાહીમાં ૫ લોકોના મોત થયા હતા.