ગરવી તાકાત, મહેસાણા તા. 26- આજના યુવાનોને સ્ટ્રીટ ફૂડ ખાવાની આદત પડી ગઈ છે. વિશ્વમાં લગભગ 10 માંથી 1 વ્યક્તિ દૂષિત ખોરાક ખાવાથી બીમાર પડે છે અને દર વર્ષે 4.20 લાખ લોકો મૃત્યુ પામે છે. જ્યારે 5 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 1.25 લાખ બાળકો દર વર્ષે મૃત્યુ પામે છે. ત્યારે ભારતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ ફૂડ, હોટલ, રેસ્ટોરન્ટ, લારીઓ વગેરે જગ્યાએ જઈ ફૂડની તપાસ કરે છે. ફૂડ સેમ્પલને સરકાર માન્ય લેબમાં ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ જુદા જુદા ખોરાક માટે ફૂડ ટેસ્ટ કરવાની રીત જુદી જુદી હોય છે.
મધમાં થતી ભેળસેળ જાણવા: જ્યારે માચીસની લાકડીથી સળગાવવામાં આવે ત્યારે શુદ્ધ મધમાં ડૂબેલી કપાસની વાટ બળી જાય છે. જે મધની શુદ્ધતા દર્શાવે છે. જો ભેળસેળ હોય તો પાણીની હાજરી મધને બળવા દેશે નહીં. અને પાણી ગરમ થશે એટલે ક્રેકીંગ અવાજ ઉત્પન્ન કરશે.
ઘી માં થતી ભેળસેળ જાણવા: એક ટેસ્ટ ટ્યુબમાં લઈ તેમાં 5 મિલી H2SO4 ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જો ગુલાબી રંગ આવે તો તે કોલ ટાર હોવાનું સૂચવે છે. જો રંગ ન આપે તો રંગ મેળવવા માટે તેને પાણીથી પાતળું કરો.
પનીરમાં થતી ભેળસેળ જાણવા: થોડી માત્રામાં નમૂનો લઈ તેને થોડા પાણીમાં ઉકાળો. ત્યારબાદ ઠંડુ કરો અને આયોડિન સોલ્યુશનના થોડા ટીપાં ઉમેરો. જેમાં વાદળી રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે.
માવામાં થતી ભેળસેળ જાણવા: થોડી માત્રામાં નમૂનો લઈ તેમાં થોડું પાણી ઉમેરો. સાથે આયોડિન દ્રાવણના થોડા ટીપાં નાખીને ઉકાળો. જો વાદળી રંગ થાય તો તેમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. એટલે કે ભેળસેળની સંભાવના ચોક્કસ રહેલી છે.
ભેળસેળવાળા ખોરાકથી બચવા શું કરશો
સલામત, સ્વસ્થ અને ટકાઉ આહાર લેવો જોઈએ. બહારના ફૂડ હેન્ડલર્સ પાસેથી ફૂડ લેતા પહેલા તેની યોગ્ય ચકાસણી કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય ખાદ્ય ધોરણો દ્વારા નક્કી કરેલા ખોરાકનું સેવન કરો. શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો garvitakat1511@gmail.com પર સંપર્ક કરો.