ગરવી તાકાત

સર્વોદય બેન્કની ભરતી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ છે જે ભરતી બેન્કના નીતીનિયમોને પાલન કર્યા સીવાય બેન્કના ડીરેક્ટર અને ચેરમેનના સગાવાહલાના, વાહલા-દવાલ વાળી નિતી અપનાવી લાયકત વગરના ઉમેદવારોની ભરતી કરેલ છે તથા વિદેશ ગઈ પાછા ફરેલ કેટલા કર્મચારીઓની રજા મંજુર કરી પગાર કાપ્યો કે પગાર આપ્યો તેમજ કોને રાજીનામા મુકાયા, કોને સસ્પેન્ડ કર્યા, કોને ફરી બેન્કમાં નોકરીએ રાખ્યા જેની જીલ્લા રજીસ્ટારે યોગ્ય તપાસ કરેલ નથી. જે બાબતનો આક્ષેપ કરી બેન્કના સભાસદ તરૂણભાઈએ સર્વોદય બેન્કમાં ગુજરાત સહકારી મંડળી અધિનીયમનની કલમ 33 (1)તથા (2) ની જોગવાઈ મુજબ બેન્કમાંથી માહિતી માંગેલી જે બાબતની પુરતી માહિતી બેન્કવાળા આપવાની ના પાડે છે તેમજ જો બેન્કમાં આવી માહિતી માંગવા આવશો તો તમને બેન્ક દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી ધમકી બેન્કના જનરલ મેનેજરે આપતા તરૂણભાઈ બેન્કના ચેરમેન,જનરલ મેનેજર અને એચ.આર. મેનેજર વિરૂધ્ધ મહેસાણા – બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 23/03/2020 ના રોજ જાણવા જોગ અરજી આપેલ છે.

 આ પણ વાંચો – શંકુજ હોસ્પિટલ માનવતા ભુલી, પૈસા માટે લાશ આપવાનો ઈનકાર

સદર બાબતે તરૂણભાઈએ 1 માસ અગાઉ માંગ્યા મુજબની માહિતી તેમને આપી નથી જેની રજુઆત કરવા જનરલ  મેનેજર  પાસે જતા જનરલ મેનેજરે તેમણે જણાવેલ કે જો તમે અમારા કૌભાંડો બહાર પાડશો તો અમોને  હાર્ડ અટેક આવશે અને અમારામાનો કોઈ  ઈસમ આત્મહત્યા કરી બેસસે તો તેની જવાબદારી તમારા શીરે રહેશે,તથા અમે તમારા વિરૂધ્ધ ખોટા કેસો કરી તમોને ખોટા ગુનામાં સંડોવીશુ તો બેન્ક એક સભાસદ તરૂણભાઈને ધમકીઓ આપેલ. જેથી તરૂણભાઈ મહેસાણા બી ડીવીઝનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલિસે બેન્ક પાસે જવાબ પણ માંગેલ છે. પરંતુ તરૂણભાઈને બેન્કે પુરતી માહિતી ના આપતા જીલ્લા રજીસ્ટ્રારને આ બાબતે જાણ કરતા જીલ્લા રજીસ્ટ્રાર કોરોનાનુ બહાનુ કાઢી સર્વોદય બેન્ક પાસે માહિતી અપાવવામાં પણ નિષ્ફળ ગયેલ છે.

 આ પણ વાંચો – કાળા બજારી : ધાનેરામાં સસ્તા અનાજની દુકાનોના સંચાલક કાળા બજારી કરતા હોવાની ચર્ચા

જો સર્વોદય બેન્કના એક જગ્રૃત તેમજ બેન્કનુ હિત જોતા સભાસદને બેન્કના કર્મચારીઓ તથા ચુંટાયેલી બોડીના એકહથ્થુ સાશનમાં માંગેલ માહિતીના જવાબ માટે છેલ્લા 8 માસથી ધક્કા ખવડાવામાં આવતા હોય તો આમ નાગરીકની શુ દશા હશે? એની તો કલ્પના જ કરી શકાય.

Contribute Your Support by Sharing this News: