ગરવીતાકાત મહેસાણા: શહેરના હિરાનગર વિસ્તારમાં રહેતા પૂર્વ સાંસદના પુત્ર અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની ચરાડા બ્રાન્ચના મેનેજર રોહિતકુમાર પરમારે રવિવારે તેમના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું તેમના મોતથી પરિવાર માં ઘેરો શોક પ્રસરી ગયો હતો મૃતકની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો .

મહેસાણાના હિરાનગર ચોક નજીક રહેતા રોહિત કુમાર હીરાલાલ પરમાર ઉંમર વર્ષ 56 રવિવારે રજાના દિવસે તેમના ઘરે હતા .પરિવાર પ્રસંગ માં ગયો હતો .આ દરમિયાન રોહિતકુમાર એ ઘરના બેડરૂમમાં બારીની જાળીએ ગળે ફાંસો ખાઇ લીધો હતો તેમના પત્ની ઉરમીબેન ઘરે આવતા અંદરથી દરવાજો ન ખુલતા બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકો દોડી આવી બળજબરીથી દરવાજો ખોલ્યો હતો .અંદર જઈ તરત જ રોહિતભાઇને નીચે ઉતારીને ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. રોહિત કુમાર હીરાલાલ પરમાર માણસાની ચરાડા બ્રાન્ચમાં ડિસ્ટ્રીક બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા હતા . જેમણે અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યા અંગે સુભાષભાઈ પરમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધ આપી હતી.

Contribute Your Support by Sharing this News: