ગરવીતાકાત,ખેડા: આયુષ્માન ભારત પખવાડિયાની  ઉજવણીના ભાગરૂપે  માં કાર્ડ અને આયુષ્માન કાઢવાનો કેમ્પ તથા જિલ્લા કક્ષાનો સર્વરોગ નિદાન કચ્છી કડવા પાટીદારની વાડી ,કઠલાલ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ ,કારોબારી ચેરમેન શ્રી જયંતીભાઈ સોઢા ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ડી સી જાગાણી અને સિવિલ સર્જન ડો પાઠક સાહેબ તથા હાજર રહેલ મહાનુભાવોએ દીપ  પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન  પટેલે જણાવ્યું હતું કે જો તમે વ્યસન રહેશો તો નિરોગી પણ રહેશો જેથી બીમારી આવી જાય તો કુટુંબ આર્થિક રીતે નાણાકીય ખર્ચથી પાછળ પડી જાય છે. દેશના વડાપપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ અમલમાં મુકેલી આયુષ્મનાં ભારત યોજના ઉપરાંત માં કાર્ડ યોજના કાર્ડ કાઢવાવમાં આવે તો સરકારી કે સરકારે એમ ઓ યુ કરેલ હોસ્પિટલોમાં 5 લાખ સુધી સારવાર વિના મુલ્યે મળી રહેશે તેવી માહિતી આપી હતી.

કારોબારી અધ્યક્ષ શ્રી જયંતીભાઈ સોઢા એ કઠલાલ તાલુકના 58 ગામોના 2 લાખ ઉપરાંત રહીશોને સરકારશ્રીની આરોગ્ય વિષયક યોજનોનો લાભ મેળવી સહાય મેળવવા જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના સર્વરોગ નિદાન કેમ્પમાં જિલ્લા મુખ અધિકારી  ડૉ ડી સી જાગાણી જણાવ્યું હતું કે જનરલ ઓપીડી ,ફિઝિશિયન ,ગાયનેકોલોજિસ્ટ ,દાંત ,રસીકરણ ,લેબોરેટરી ,દવાઓના વિભાગ ઉપરાંત માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી પુરી પાડવામાં આવી હતી.આ પ્રસંગે સિવિલ સર્જન ડો પાઠક સાહેબ અને જિલ્લાના આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી  ટિમ સહીત  હાજર રહ્યાં  હતા.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

Contribute Your Support by Sharing this News: