મહેસાણા : ખનિજ માફિયાઓ સામે ભુસ્તરશાસ્ત્રી મીત પરમારની લાલ આંખ – 5 ડમ્પર મળી કુલ દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનન પર રોક લગાવવા ભુસ્તર વિભાગ કાર્યરત છે. જેમાં અગાઉ પણ અનેક કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે. પરંતુ ગેરકાયદેસર રીતે ખનન કરતા ભુમાફીયાઓ સક્રીય હોઈ તેમને ઝડપી પાડવા જીલ્લા ભુસ્તરશાસ્ત્રી મીત પરમારે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બાતમી આધારે ભૂુસ્તરવિભાગે રેઈડ પાડી  ખાનગી વાહન માં આકસ્મિક રેઇડ કરતાં જોટાણા – કડી હાઈવે જી.મહેસાણા ખાતે બિનઅધિકૃત રોયલ્ટી કરતાં વધુ સાદી રેતી ચોરી કરતાં 05 ડમ્પર કુલ મળીને દોઢ કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બિનઅધિકૃત રીતે રેતી નું વહન કરતાં પકડાતાં ખનિજ ચોરોમાં હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો – ભૂસ્તર વિભાગે ડીસા-ધાનેરા રોડ પરથી રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પરને ઝડપી પાડ્યા

આ કાર્યવાહી બાદ જીલ્લાના ભુસ્તરવિભાગે જણાવ્યુ હતુ કે, આગળની નિયમોનુસારની દંડકીય કાર્યવાહી ચાલુ છે. તથા વધુમાં તેમને ઉમેર્યુ હતુ કે,  ખનિજ ચોરોને કોઇ પણ પ્રકારે બક્ષવામાં નહિ આવે. આ સમગ્ર ઘટનાને પગલે જિલ્લાના ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.