ગરવીતાકાત,મહેસાણા: જિલ્લા ગરબા મહોસ્તવ કડી દામોદર જીવરામ પટેલ સ્કુલમાં યોજાઈ હતી (D J) પ્રથમ નંબરે કડી સ્કૂલ આવેલ છે. ડી.જે કન્યા વિદ્યાલય નાની કડી પ્રાચીન અને સર્વાચીન ગરબાની જીલ્લા કક્ષાની હરીફાઈ યોજાઈ જેમાં સુંદર રીતે અલગ અલગ કૃતિઓ રજુ થઇ હતી. આ પ્રસંગે જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત અધિકારી,  સ્પર્ધાના કન્વીનર માણીકાકા, સંસ્થાના મંત્રી માણેકલાલ, શાળા ના આચાર્ય ડો.માલતીબેન હાજર રહ્યા હતા.નિર્ણાયક તરીકે લોકકલાકાર ખોડાભાઈ પટેલ અને શૈલેશભાઈ ઓઝા તથા અલકાબેન પટેલે સુંદર સેવા આપી હતી.

તસ્વીર અહેવાલ પંકજ નાયક મહેસાણા