જીલ્લા સંયોજક સંવાદ : મોંઘવારી, બેરોજગારીથી જનતા ત્રસ્ત હોવાથી કોંગ્રેસ વેદનાને વાચા આપશે

શેર કરવા અહીં ક્લિક કરો.

એક તરફ ચોમાસા સત્ર દરમ્યાન વિપક્ષ સંસદમાં હમલાવર છે તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસ એક્શનના મોડ પર આવી ગયુ છે. ગુજરાત કોંગ્રેસે મોંઘવારી મુદ્દે રેલીના આયોજન બાદ ગત રોજ રાજ્યસભાની ચુંટણીમાં ફોન ટેપીંગના સણસણતા આરોપ લગાવ્યા હતા. ત્યારે હવે  કોંગ્રેસે જીલ્લા સંયોજક કાર્યક્રમની શરૂઆત કરી છે. જેમાં આજ રોજ મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના જીલ્લા, તાલુકા અધ્યક્ષો, જીલ્લા સંયોજકો, તથા અન્ય પ્રતીનિધીઓની હાજરીમાં આગામી ચુંટણી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

પેટ્રોલ- ડીઝલ ભડકે બળી રહ્યુ છે, રસોઈ ગેસ,શાકભાજી, તેલના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી સામાન્ય વ્યક્તિને જીવન જીવવુ મુશ્કેલ બની રહ્યુ છે. ત્યારે આ મામલે પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ ભાજપને આડેહાથ લેતાં આરોપ લગાવ્યા હતા કે, જ્યારે મોઘવારીએ માઝા મુકી છે ત્યારે વર્તમાન સરકાર મોંઘવારીને ડામવા સદંતર નીષ્ફળ ગઈ છે. જનતા મોંઘવારી, બેરોજગારીથી

ત્રસ્ત છે જેથી હવે કોંગ્રેસ જનતાની વેદનાને વાચા આપશે.

આગામી વિધાનસભા ચુંટણીને લઈ કોંગ્રેસે બાયો ચઢાવી છે ત્યારે આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ દરેક કાર્યકરને ચોક્કસ જવાબદારી અને ચોક્કસ કાર્યક્ષેત્રમાં કામ કરી સંગઠનનુ માળખુ નીચે સુધી પહોંચાડી કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાની વાત કરી હતી. આ કાર્યક્રમમાં અમીત ચાવડાએ જમીની કાર્યકર્તાનો અવાજ છેક કોગ્રેસ સમીતી સુધી પહોંચશે તેવી ખાત્રી પણ આપી હતી.

કોંગ્રેસના કાર્યક્રમમાં પુર્વ સાંસદ જગદીશ ઠાકોર, ઉત્તર ઝોનના ઈન્ચાર્જ જયદીપ ઠાકોર, પ્રદેશ સમીતીના સીએ મેહુલ પટેલ જેવા નેતાઓ હાજર રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.