ડીસામાં સફાઈ કૌભાંડની તપાસ માટે જિલ્લા કલેકટર દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરાઈ…

July 9, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : ડીસા શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સફાઈ કામ બાબતે એજન્સી દ્વારા ચાલતા કૌભાંડ બાબતે છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બનતા આ બાબતની ઊંડાણપૂર્વકની તપાસ માટે કલેકટર દ્વારા સ્પેશિયલ તપાસ ટીમની રચના કરવામાં આવી ડીસામાં સફાઈ કામ બાબતના કૌભાંડ અંગે પાલિકાના અધિકારીઓ સત્તાધિશોની મિલીભગત હોવાના અખબારી અહેવાલો ના કારણે સરકાર બદનામ થતી હોય બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા ડીસા નગરપાલિકામાં સફાઈ કામગીરી માટે અપાયેલ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ સબંધે ધ્યાને આવેલ અનુસંધાને બાબતે વિસ્તૃત તપાસ કરવાના કામે તપાસ સમિતિની રચના કરવા હુકમ કર્યો હતો.

The Collector formed a four-member special investigation committee | ડીસા  નગરપાલિકામાં સફાઈ કૌભાંડ: કલેકટરે ચાર સભ્યોની વિશેષ તપાસ સમિતિની રચના કરી -  Deesa News | Divya Bhaskar

તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય કાર્યકારી અધિકારી, અંબાજી વિકાસ સત્તામંડળ, અંબાજી જ્યારે સભ્ય તરીકે પ્રાંત અધિકારી, ડીસા, પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, ડીસ્ટ્રીકટ કોઓડીનેટર, સ્વચ્છ ભારત મિશન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસકાંઠા એમ ચાર સભ્યોની નિયુક્તિ કરી છે. આ સમિતિએ એજન્સીને અપાયેલ ટેન્ડરની પ્રક્રિયા, ટેન્ડરની શરતો, વર્કઓર્ડરની શરતો, થયેલ ચૂકવણી તથા હાલમાં પ્રસિધ્ધ થયેલ સમાચારની હકિકત સહિતની બાબતે તપાસ કરી દિન 10માં વિગતવાર અહેવાલ મોકલી આપવા જણાવાયું છે.

Disa Municipality pays Darbar West Rs 50 lakhs every month for cleaning,  but the agency was not even asked for an explanation. | કચરા કૌભાંડ: ડીસા  પાલિકા દરબાર વેસ્ટને દર મહિને સફાઈ

હવે 7 મહિને પાલિકાના વાહનો જમા કરાવવાની તજવીજ હાથ ધરાઇ દરબાર વેસ્ટ કોર્પોરેશન કંપની ટેન્ડરની શરતોનું પાલન ન કરી છેલ્લા સાત માસથી પાલિકાના વાહનો વાપરી લાખો રૂપિયા ખોટી રીતે લઈ જઈ પાલિકાના પાપે વ્યવસ્થિત કૌભાંડ ચલાવી રહી હતી એજન્સી સામે પાલિકા પ્રમુખ કે સેનિટેશન ચેરમેન દ્વારા દ્વારા એજન્સીને ખોટી રીતે બિલ ચૂકવાતું હોવાનું ખુલતા આખરે ચીફ ઓફિસરે વાહનો પરત લેવા જણાવ્યું છે.ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલે એજન્સી બાબતે કઈ પણ કહેવાનું ટાળ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0