ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડાની આર જે તન્ના પ્રેરણા મંદિરમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ભિલોડા પોલીસ સ્ટેશન દ્વારા બાળ સુરક્ષા બાબતની સમજણ આપવામાં આવી બાળ સુરક્ષા એકમ ના અલ્પેશભાઈ દ્વારા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતો કાયદો પોસ્કો તેમજ બાળ મજુરી પ્રતિબંધક જુવેનાઇલ જસ્ટીસ એકટ ૨૦૧૫ વિશે ઊંડી સમજણ આપી એડવોકેટ ઇન્દ્રજીતસિંહ એ પણ વિદ્યાર્થીઓને મોટર વ્હીકલ ના કાયદા વિશે જાણકારી આપી હતી શાળાના આચાર્ય રમણભાઈ પટેલ વિદ્યાર્થીઓને દેશની તાકાત ગણાવી આરોગ્યપ્રદ સુરક્ષિત શિક્ષિત અને સુવિકસિત બનવા માટે આવા કાયદા ઓ ખૂબ જ લાભકારી છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર ભિલોડા તેમજ તેમનો સ્ટાફ શાળાના સુપરવાઈઝર બી એલ પટેલ અને સમગ્ર શાળા સ્ટાફ હાજર રહ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ડી આર ચૌધરીએ કર્યું હતું.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: