— કડીમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું :
ગરવી તાકાત મહેસાણા : ગુજરાતની ટોચની સહકારી સંસ્થા ગુજકોમાસોલમાં નિયામક મંડળની ચૂંટણીમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઇ પટેલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. અગાઉના નિયામક મંડળમાં પણ તેઓ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે.1 જૂને મહેસાણા જિલ્લામાંથી ગુજકોમાસોલમાં ડિરેક્ટર બનવા માટે વિનોદ પટેલ ઉપરાંત મહેસાણાના તાલુકાના સહકારી સંઘના ચેરમેન સોમાભાઈ પટેલ અને વિસનગર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અંકિત પટેલ ઉમેદવારી નોંધાવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સહકારી ક્ષેત્રમાં જુનિયર એવા અંકિત પટેલ નું નામ જોઈ સહકારી તેમજ રાજકીય અગ્રણીઓ ચોકી ઉઠ્યા હતા સમગ્ર જિલ્લામાંથી આગેવાનો તેમજ ગુજકોમાસોલની સભાસદ મંડળીઓ એ પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ ભાજપમાં આ બાબતે રજૂઆત કરી હતી. જેથી પ્રદેશ ભાજપ દ્વારા આ બાબતે ફેર વિચારણા કરી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને પૂર્વ ડિરેક્ટર વિનોદભાઈ પટેલ ને મેન્ડેડ આપવામાં આવ્યું હતું. જેથી બાકીના બન્નેને ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચવા પડ્યા હતા.
જેથી આ મહેસાણા જિલ્લામાંથી એક માત્ર વિનોદભાઈ પટેલ નું ઉમેદવારીપત્ર ચાલુ રહેતા તેઓ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જેથી સમગ્ર કડી ભારતિય જનતા પાર્ટી ના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય વાજતે ગાજતે એપી.એમ.સી.હોલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌ લોકોએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિનોદભાઈ પટેલ દ્વારા દરેક નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી