ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળાએ ભારે માજા મૂકી છે વાઈરલ ઇન્ફેક્શનમાં લોકો પટકાઈ રહ્યા છે મોડાસા શહેરમાં શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ મોડાસા અને ઓમ આયુર્વેદિક પંચકર્મ હોપિટલના ઉપક્રમે ઓધારી તળાવ નજીક કુત્રિમ ગણેશ વિસર્જન સ્થળ નજીક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ, જીવદયા પ્રેમી નિલેશ જોશી, જેસીઆઈ મેમ્બર અને પિન્ટુ ખાંટ ઉપસ્થિત રહ્યા હતા
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી