ગરવીતાકાત,અંબાજી(તારીખ:૨૩)

યાત્રાધામ અંબાજીમાં સાડી કેન્દ્રમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવી ચર્ચાઓ અંબાજી મંદિરમાં આવતા યાત્રિકોના મુખે અંબાજી મંદિરમાં ચર્ચાઓ થઈ રહી છે અને આ ભ્રષ્ટાચાર મંદિરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે અને જે અંબાજી મંદિરમાં સાડી કેન્દ્ર માં નોકરી કરતા કર્મચારીઓ અંબાજી મંદિરમાં ચડાવેલી સાડી સાડી કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારી સારી અને વધારે ભાવની સાડી ઘરે લઈ જઈ ઉંચા ભાવમા વેચવામાં આવી રહી છે અને આ સાડીઓ મંદિરના કર્મચારીઓ મોંઘા ભાવની સાડી બજારમાં વેચી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરના કર્મચારીઓ આંખો આડાં કાન રાખી પોતાનું કમીશન મેળવી લેતાં હોય તેવુ લાગી રહ્યું ત્યારે અંબાજી મંદિરમાં સાડી કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને નોકરી નો સમય પુરો થાય ત્યારે તેમને રોજ ચેકીંગ કરવામાં આવે તો અંબાજી મંદિરમા સાડી કેન્દ્રમાં થતો ભ્રષ્ટાચાર બંધ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે…

તસ્વીર અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી

Contribute Your Support by Sharing this News: