નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા મામલે ખુલાસો બહાર આવ્યો છે જેમાં મ.ન.પા. ના દબાણ અને લાપરવાહીને કારણે 8 લોકોનો જીવ ગયો હોવાનુ જણાઈ રહ્યુ છે. અમદાવાદની 62 હોસ્પીટલમાંથી 37 હોસ્પીટલો પાસે ફાયર N.O.C. જ નથી.

અમદાવાદ મહા નગર પાલીકા દ્વારા શ્રેય હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર બનાવવા દબાણ કરાયું હતું. જેમાં 20મે ના રોજ શહેરની 13 હોસ્પિટલને AMC એ નોટિસ આપી હતી. જેમા શ્રેય હોસ્પીટલ સહીત 13 હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર ઉભુ કરવા જણાવવામાં આવ્યુ હતુ, આ બાબતે હોસ્પિટલે દાવો કર્યો છે. 

હોસ્પિટલનું કહેવું છે કે અમે કોવિડ સેન્ટર ના બનાવવા અંગે AMCને 15 કારણો આપ્યા હતા. શ્રેય હોસ્પિટલે લેખિતમાં જણાવ્યુ હતુ કે અપૂરતો સ્ટાફ, એક જ એન્ટ્રી-એક્ઝિટ ગેટનું કારણ આપ્યું હતું, વેન્ટિલેટરના અભાવનું પણ શ્રેય હોસ્પિટલે કારણ આગળ કર્યુ હતુ.

શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ જાગતા અન્ય કોવિડ હોસ્પિટલની તપાસ હાથ ધરાઈ હતી, ફાયરવિભાગે તપાસ કરેલી જેમાં ચોકાવનાર ખુલાસા સામે આવ્યા હતા, 62 કોવિડ હોસ્પિટલમાંથી 37 જેટલી હોસ્પિટલ પાસે ફાયર N.O.C. જ નથી.અને આ 37 હોસ્પીટલમાંથી 10 હોસ્પીટલ તો એવી છે કે જેમની પાસે ફાયર ની N.O.C. અંગે કોઈ માહીતી જ ઉપલબ્ધ નથી.

તથા અગાઉ ઉપરના ત્રણ માળ રહેણાક હતા માત્ર પહેલો માળ જ કોમર્શિયલ હતો. 20 વર્ષ સુધી ગેરકાયદે બિલ્ડીંગમા AMC એ કોઈ કાર્યવાહી ન હતી કરી. બિલ્ડિંગના 3 માળ રહેણાંક હોવા છતા કાયદેસર કરવામાં આવ્યું હતું. 2016માં શ્રેય હોસ્પિટલે 90 લાખની ઈમ્પેક્ટ ફી ભરીને બિલ્ડિંગ કાયદેસર કરાવ્યુ હતુ.

આ સીવાય અન્ય કઈ હોસ્પીટલને કોવિડ સેન્ટર બનાવવા દબાણ કરાયુ હતુ

(1)સ્ટર્લીંગ હોસ્પીટલ(2)લાઈફકેર હોસ્પીટલ(3)સરદાર હોસ્પીટલ(4)ભોપાલ આઈસીયુ એન્ડ ટ્રોમા(5)બોડીલાઈન હોસ્પીટલ(6)શ્રેય હોસ્પીટલ(7)સરસ્વતી હોસ્પીટલ(8)સાલ હોસ્પીટલ(9)રાજેસ્થાન હોસ્પીટલ(10)એસ.જી.વી.પી. હોસ્પીટલ(11)સંજીવની હોસ્પીટલ(12)ગ્લોબલ હોસ્પીટલ(13)કર્ણાવતી સુપરસ્પેશ્યાલીટી હોસ્પીટલ

Contribute Your Support by Sharing this News: