ગરવી તાકાત

વર્ષ 2015 માં અમેરીકાના રાષ્ટ્રપતી બરાક ઓબામાની ભારત યાત્રા દરમ્યાન તેમને મળવા ભારતીય વડાપ્રધાને જે શુટ પહેર્યો હતો તેની હરાજી 2016 માં કરવામાં આવી હતી જેની ઉપર સોનાના તારથી મોદી-મોદી લખેલુ હતુ  જેને ગુજરાતના એક ડાઈમન્ડ વેપારી લાલજીભાઈ તુલશીભાઈ પટેલે  4,31,31,311 રૂપીયામાં ખરીદ્યો હતો જે ગીનીસ વર્લ્ડ બુકમાં પણ નોંધાયુ હતુ.

 Barack Obama and Prime Minister Narendr modi in  jan. 2015

આજે એક ખબર આવી રહી છે જે દરેક ભારતીય ને ગર્વ મહેશુસ કરાવે એવી છે ઈગ્લેન્ડના બ્રિસ્ટોલની એક હરાજી એજન્સીએ મહાત્મા ગાંધીના ચશ્માની હરાજી 2.55 કરોડમાં કરી છે. જે અમેરિકાના કલેક્ટર દ્વારા ખરીદવામાં આવી છે.  ઓક્સન એજન્સીના એન્ડ્રુ સ્ટોએ કહ્યું કે (જેમની પાસે આ ચસ્મા હતા) તેને ઉમ્મીદ હતી કે તે 14 લાખ રૂપિયાથી વધુમાં વેચાશે પરંતુ તેનાથી 20 રકમ તેમને મળતા તે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જે કંપનીના ઇતિહાસમાં સૌથી મોટી હરાજી છે.

આ પણ વાંચો – પ્રશાંત ભુષણ અવમાનના કેસ: ના કોઈ માફી માંગીસ કે ના કોઈ ઉદારતાની માંગ કરીશ

આ ચશ્માના માલિક ઈગ્લેન્ડના બ્રીસ્ટોલના મેનગોટ્સફિલ્ટ ના રહેવાશી છે જે આ મળેલી રકમને તેમની દિકરી સાથે વહેચશે એવુ તેમના દ્વારા જાણવા મળ્યુ હતુ.

ગાંધીજીએ આ ચસ્મા આફ્રીકામાં હતા ત્યારે પહેર્યા હતા

એવું કહેવામાં આવે છે કે સ્ટોના કાકાએ આ ચશ્મા ગાંધી ત્યારે આપ્યા હતા જ્યારે તે 1910 અને 1930 ની વચ્ચેનો દક્ષિણ આફ્રિકામાં કામ કરતા હતા. સ્ટોએ વધુમાં જણાવ્યુ હતુ કે અમે ખુશ છીએ કે ગાંધીજીના ચશ્માંને એક નવું સ્થાન મળ્યું છે. આ હરાજી માત્ર આપણા માટે એક નવો રેકોર્ડ નથી, પરંતુ ઐતીહાસીક રીતે પણ મહત્વપૂર્ણ છે.”