ચરોતરમાં હજારોની મેદની વચ્ચે કીર્તિદાનનો ડાયરો, સ્ટેજ પર ભાજપ ઘારાસભ્યનો નોટોનો વરસાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

આણંદના ખંભાત તાલુકાના કલમસરમાં કિર્તિદાન ગઢવીનો ડાયરો થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રીએ પણ જાહેર મેળાવડામાં લોકોને ન જવા અપિલ કરી છે. તેમ છતાં આ પ્રકારના લોક ડાયરાનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જે હાલ કોરોનાના સમયમાં ચિંતા ઉપજાવનારો છે

ચરોતરમાં હજારોની મેદની વચ્ચે આયોજીત કીર્તિદાનના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર અને ખંભાતના ભાજપ ધારાસભ્ય મયૂર રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ કરતા નજરે ચઢ્યા હતા. આ દરમિયાન માસ્કને લઈ કલાકારે કહ્યું હતું કે, મયુરભાઈ થોડુક માસ્ક કાઢી નાખજાે તો વધુ મજા આવશે. તેમજ કહ્યુ કે, મયુરભાઈ અમને મજા એ આવે છે કે અહિં કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહિં ૪૦૦થી વધુ લોકો છે જ નહિં તેથી કોઈ વિરોધ નહિં કરી શકે

કલમસરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. તેમજ ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. કોરોનાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યે પણ માસ્ક પહેર્યું ન હતું તેમજ અન્ય કેટલાય લોકોએ માસ્ક પહેર્યુ ન હતું.
આ ડાયરમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. લોકો કોરોનાને ભુલીને ડાયરાની મોજ માણી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. રાજ્યમાં કોરોના જતો રહ્યો હોય તેવા દશ્યો જાેવા મળ્યા હતા. જાેકે, આ વચ્ચે આ ડાયરાથી પોલીસ એકદમ અજાણ હોય તેમ કોઈ જ તકેદારીના પગલા લેવામાં આવ્યાં ન હતા

ચરોતર પંથકમાં આણંદની વાત કરીએ તો ૬ જાન્યુઆરીએ ૧૨૧૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧૨નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એટલે કે ૬ જાન્યુઆરીએ કરવામાં આવેલા ટેસ્ટની સરખામણીએ ૯.૨૩ ટકા પોઝિટિવિટી રેટ હતો. જ્યારે ૭ જાન્યુઆરીના રોજ ૧૬૪૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૩૩નો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો, એટલે કે ૭ જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ ૮.૦૯ ટકા પોઝિટિવિટી રેટ હતો. ૮ જાન્યુઆરીએ ૯૨૧ ટેસ્ટ કરાયા હતા જેમાંથી ૮૭ કોરોના પોઝિટિવ હતા. ૮ જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ ૯.૪૫ ટકા હતો

ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓના ડાયરામાં રૂપિયા અને ડોલરોનો વરસાદ થાય તે સામાન્ય વાત થઈ ગઈ છે. ત્યારે આણંદ જિલ્લામાં કોરોના મહામારીમાં કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન થયું હતું. જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર અને ખંભાતના ભાજપ ધારાસભ્ય મયૂર રાવલ કીર્તિદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ કરતા નજરે ચઢ્યા હતા. જેનો વીડિયો વાઈરલ થતા રાજકીય આગેવાનો ઉપર લોકટિકા થઈ રહી છે

કિર્તીદાન ગઢવીના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જાેવા મળ્યો હતો. ધારાસભ્ય મયુર રાવલ અને મહેન્દ્રસિંહ પરમારે પણ ડાયરામાં રૂપિયા ઉડાવ્યાં હતા. આ રાજકીય આગેવાનો દ્વારા કિર્તીદાન ગઢવી પર રૂપિયા ઉડાડતા હોય તેવો વીડિયો વાયરલ થતા ચારેબાજુ લોકટિકનો વિષય બન્યો હતો. અહીં કોરોનાના કહેર વચ્ચે અનેક લોકો માસ્ક વગર દેખાયા હતા. સામાન્ય નાગરિકો ઉપર રોફ જમાવતી પોલીસ આ રાજકીય નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તેવા જાહેર પ્રશ્નોએ વહીવટી અને પોલીસ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.