ધોનીની નિમણુક કોહલી-શાસ્ત્રીની મનમાની પર અંકુશ મુકવા કરાઈ હતી : અતુલ વાસન

શેર કરવા અહીં ક્લિક કરો.

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ટી-20ની કેપ્ટન્સી છોડવા અંગે છેડાયેલો વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટેસ્ટ ટીમ સાઉથ આફ્રિકામાં ૨૬મીથી શરૃ થઈ રહેલી શ્રેણીની તૈયારી કરી રહી છે, ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વાસને કોહલી અને તેના માનીતા એવા ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી પર નિશાન સાધ્યું છે. વાસને કહ્યું કે, ભારતીય ક્રિકેટમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની ચલાવતા હતા. કોને રમાડવો કે ન રમાડવો તેના બધા ર્નિણયો કોચ-કેપ્ટન જ લેતા. એક પ્રકારે તેમણે ભારતીય ક્રિકેટને પોતાના કબજામાં લઈ લીધું હતુ. તેમના પર નિયંત્રણ લાવવા માટે બીસીસીઆઇએ ટી-૨૦ વર્લ્‌ડ કપમાં ધોનીની નિયુક્તિ મેન્ટર તરીકે કરી હતી.


ટી-૨૦ વર્લ્‌ડ કપની ટીમની જાહેરાત સાથે બીસીસીઆઇએ ધોનીને ટીમના મેન્ટર તરીકે જાહેર કરતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતુ. જે અંગે અતુલ વાસને એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટમાં અને ર્નિણયોમાં સંતુલન સધાય તે માટે ધોનીને મેન્ટર બનાવવામાં આવ્યો હતો. મોટાભાગે દરેકને એવું લાગતું હતુ કે, ટીમ પસંદગીથી માંડીને તમામ ર્નિણયોમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની કરતાં હતા. તેઓએ જાણે ભારતીય ક્રિકેટ પર કબજાે જમાવી દીધો હતો. આ કારણે બીસીસીઆઇને લાગ્યું કે, ટીમ મેનેજમેન્ટમાં એવી વ્યક્તિ હોવી જાેઈએ કે જે ઉચ્ચ દરજ્જાની હોય અને તે એ બાબતનું ધ્યાન રાખે કે ર્નિણયોમાં નિષ્પક્ષતા રહે છે કે નહીં.

કોહલીએ ટી-20 કેપ્ટન્સી છોડવા અંગે ગાંગુલીના નિવેદનને ખોટું ઠેરવ્યું હતુ. જે અંગે અતુલ વાસને કહ્યું કે, ભારતમાં જાે કોઈ ખેલાડી લાંબા સમય સુધી ક્રિકેટ રમી તો તમને ભગવાન જેવો દરજ્જાે મળી જાય છે. આ પછી સ્ટાર ખેલાડી દરેક બાબતમાં વિશેષ સુવિધાની આશા રાખવા માંડે છે. તે પોતાનો વારસો હોય તેવું માને છે. આ સિસ્ટમ બદલાવી જાેઈએ.


રોહિતને કેપ્ટન જાહેર કરવાના ર્નિણય અંગે વાસને કહ્યું કે, જાે તમારી પાસે સારો વિકલ્પ ઉપલબ્ધ છે, તો તે તરફ ચોક્કસ આગળ વધવું જાેઈએ. જેનાથી ખેલાડીઓમાં નિરાશા પણ ઓછી થશે. બોર્ડ પાસેથી વધુ વિશેષ સુવિધાની અપેક્ષા ના રાખવી જાેઈએ, કારણ કે એક વખત તમને ઈશારો મળે પણ તમારે તેને સ્વીકારવાનો જ હોય છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.